સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 28 ઑગસ્ટ 2023 (15:16 IST)

જિયો એયર ફાઈબર ગણેશ ચતુર્થીના રોજ થશે લૉન્ચ - મુકેશ અંબાની

jio air fiber
- 20 કરોડ ઘર અને ચોકમાં પહોચવાની યોજના 
- રોજ 1.5 લાખ કનેક્શન લગાવી શકાય છે 
jio air fiber

- આકાશ અંબાનીએ જિયો ટૂ 5જી ડેવલોપર પ્લેટફોર્મ અને  જિયો ટૂ 5 જી લૈબના લોંચની કરી જાહેરાત 
- 15 લાખ કિલોમીટરમાં ફેલાયુ છે જિયોનુ ઓપ્ટિકલ ફાઈબર ઈંફ્રાસ્ટ્રક્ચર 
 
જિયોના એયર ફાઈબરની આતુરતાનો અંત આવ્યો. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ તેને લોંચ કરવામાં આવશે. રિલાયંસ ઈડસ્ટ્રીજના ચેયરમેન મુકેશ અંબાનીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભાની જાહેરાત કરી. જિયો એયર ફાઈબર, 5G નેટવર્ક અને સારી વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી, ઘર અને ઓફિસોમાં વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી, ઘરની વાર્ષિક સામાન્ય સભામાં તેની જાહેરાત કરી.  જિયો એયર ફાઈબર, 5G નેટવર્ક અને સારી વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી, ઘર અને ઓફિસમાં વાયરલેસ બ્રોડબેંડ સર્વિસ આપશે.  ટેલીકોમ ક્ષેત્રમાં જિયો એયર ફાઈબરને ઉતારવાની ઉથલ પાથલની શક્યતા છે. 
jio air fiber
jio air fiber
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જનરલ એસેમ્બલીમાં મુકેશ અંબાણીએ જણાવ્યું  કે “10 કરોડથી વધુ જગ્યાઓ અમારી ઓપ્ટિકલ ફાઈબર સેવા, જિયો ફાઈબર સાથે  જોડાયેલ છે. હજુ પણ લાખો જગ્યાઓ છે જ્યાં વાયર કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે. જિયો એયર ફાઈબરઆ મુશ્કેલીને હલ કરશે. આના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા રાખીએ છીએ. જિયોના એયર ફાઈબરની રજૂઆત સાથે, Jio દરરોજ 1.5 લાખ નવા ગ્રાહકો ઉમેરી શકશે.
 
ઉલ્લેખનીય છે કે જિયોનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં 15 લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે. સરેરાશ, ઓપ્ટિકલ ફાઈબરનો ગ્રાહક દર મહિને 280 GB ડેટાનો ઉપયોગ કરે છે, જે Jioના માથાદીઠ મોબાઈલ ડેટા વપરાશ કરતાં 10 ગણો છે.
 
વાર્ષિક સામાન્ય સભામાં જિયો એયર ફાઈબર સાથે જ જિયો ટૂ 5જી ડેવલોપર પ્લેટફોર્મ અને જિયો ટૂ 5 જી લૈબના લોંચની પણ જાહેરાત કરવામાં આવી.  લૉન્ચની જાહેરાત કરતા  જિયોના ચેયરમેન આકાશ અંબાનીએ કહ્યુ કે અમે એક એવો પ્લેટફોર્મ બનાવી રહ્યા છે જે ભારતીય ઉદ્યમો, નાના વ્યવસાયો અને પ્રોદ્યોગિકી સ્ટર્ટ અપ્સના ડિજિટલ દુનિયા સાથે ઈંટરેક્શનની રીતને બદલી  નાખશે. એન્ટરપ્રાઇઝીસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જિયો એ 5G નેટવર્ક, એજ કમ્પ્યુટિંગ અને એપ્લિકેશનને સંયોજિત કરતું એક વ્યાપક પ્લેટફોર્મ બનાવ્યું છે. બીજી તરફ, 'Jio True 5G Lab'માં અમારા ટેક્નોલોજી ભાગીદારો ઉદ્યોગ-વિશિષ્ટ ઉકેલો વિકસાવી, પરીક્ષણ અને સહ-નિર્માણ કરી શકે છે. Jio True 5G લેબ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક, નવી મુંબઈ ખાતે સ્થિત હશે.“