LPG Cylinder Price 1st April 2023: ગુડ ન્યુઝ - ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો તમારા શહેરમાં શું છે નવા રેટ ?
LPG Cylinder Price 1st April 2023: આજે નાણાકીય વર્ષ 2024નો પહેલો દિવસ છે અને સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. 1 એપ્રિલે એલપીજીના ભાવમાં લગભગ 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, દરમાં ઘટાડો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડર વપરાશકારો માટે છે. ઘરેલું એલપીજી ગેસ ગ્રાહકો માટે કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો દર ગયા મહિના જેટલો જ છે. ઉલ્લેખનીય છે કે, સરકારે માર્ચમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે શનિવારે તેમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
જાણો તમારા શહેરમાં નવા રેટ શું છે
દિલ્હી: ₹2028
કોલકાતા: ₹2132
મુંબઈ: ₹1980
ચેન્નઈ: ₹2192.50
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો: 1 એપ્રિલ 2023
દિલ્હી: 1,103
પટના: 1,202
લેહ: 1,340
આઈઝોલ: 1255
અંડમાન: 1179
અમદાવાદ: 1110
ભોપાલ: 1118.5
જયપુર: 1116.5
બેંગ્લોર: 1115.5
મુંબઈ: 1112.5
કન્યાકુમારી: 1187
રાંચી: 1160.5
શિમલા: 1147.5
દિબ્રુગઢ: 1145
લખનૌ: 1140.5
ઉદયપુર: 1132.5
ઇન્દોર: 1131
કોલકાતા: 1129
દેહરાદૂન: 1122
વિશાખાપટ્ટનમ: 1111
ચેન્નઈ: 1118.5
આગ્રા: 1115.5
ઘરેલું એલપીજી સિલિન્ડરોથી ઉલટુ, કોમર્શિયલ ગેસના દરોમાં વધઘટ થતો રહે છે. 1 એપ્રિલ, 2022ના રોજ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2,253 રૂપિયામાં ઉપલબ્ધ હતો અને આજથી તેની કિંમત ઘટીને 2,028 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં માત્ર દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 225 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.