ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 9 જાન્યુઆરી 2022 (17:02 IST)

LPG Cylinder Subsidy Update : હવે મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે

LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી પીડિત દરેક વ્યક્તિ બે પૈસા બચાવવા માંગે છે. એલપીજી ગેસ વગર રસોઈનુ કોઈ કામ થતુ  નથી, કારણ કે તેના પર ખોરાક રાંધવામાં આવે છે. સરકારે ભલે ગરીબ પરિવારોને મફત એલપીજી સિલિન્ડર આપ્યા હોય, પરંતુ લોકોને તેને રિફિલ કરાવવા માટે પૈસા ચૂકવવા પડે છે.
 
પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ગેસની કિમંતો(LPG Gas Price) ખૂબ વધારી દઈધી છે. સસ્તો થવા છતા પણ સિલેંડર (LPG Cylinder Price) 900 રૂપિયા કે તેનાથી પણ મોંઘો મળી રહ્યો છે. કોરોના મ(Coronavirus Pandemic)લહેર આવી, તો સરકારે સબસીડીના પૈસા (LPG Subsidy)આપવા પણ બંધ કરી દીધા જેને કારણે મુશ્કેલી વધી ગઈ. સબસિડી આપવી  શરૂ કરી  તો એટલી નાની રકમ  બેંક ખાતામાં જમા થાય છે જાણે ઊંટના મોંઢામાં જીરું.
 
હવે તમને ટૂંક સમયમાં ખૂબ જ ઓછી કિંમતે LPG સિલિન્ડર મળી જશે. તેનું કારણ એ છે કે સરકાર ફરીથી LPG સિલિન્ડર પર સબસિડી શરૂ કરવાનું વિચારી રહી છે (LPG Cylinder Subsidy Update). આ અંગેનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં એલપીજી પર સબસિડી આપવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત કરવાની જરૂર છે.
 
જો નાણા મંત્રાલય પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયાની સબસિડી આપશે અને તમને એલપીજી સિલિન્ડરની કિંમત પર એટલુ જ ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જે ગેસ સિલિન્ડર 900 રૂપિયામાં મળે છે તે તમને માત્ર 587 રૂપિયામાં મળશે. 
 
હા, આ માટે તમારું LPG કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા LPG ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો જલ્દી કરી લો. તમારા ડીલરનો સંપર્ક કરીને LPGને આધાર સાથે લિંક કરાવો અને સબસિડીનો લાભ લેવાનું શરૂ કરો. તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સમયાંતરે સબસિડી વિશેની માહિતી પણ મળશે.
 
ગેસ કનેક્શનને કેવી રીતે મોબાઈલ સાથે કેવી રીતે લિંક કરશો ? 
 
- તમારા ગેસ કનેક્શન(Gas Connection) ને મોબાઈલ સાથે લિંક કરવા માટે, તમારે  કંપનીની વેબસાઈટ જેમ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અથવા ભારત પેટ્રોલિયમ પર જાઓ.
 
અહીં તમને મોબાઈલ સાથે ગેસ કનેક્શન લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.
 
- હવે તમારું 17 અંકનું એલપીજી આઈડી નોંધાવો.
 
- તેને વેરીફાઈ કરો અને સબમિટ કરો.
 
- હવે બુકિંગની તારીખ સહિત અન્ય તમામ માહિતી ભરો.
 
- ત્યારબાદ  તમે અહીં સબસિડી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.
 
કસ્ટમર કેર પાસેથી પણ લઈ શકો છો જાણકારી 
 
જો તમે વેબસાઈટ ચલાવવામાં ખૂબ સક્ષમ નથી, તો તમે ગ્રાહક સુરક્ષા  સેવા 1800-233-3555 પર કૉલ કરીને ગેસ સિલિન્ડર સબસિડી સંબંધિત અપડેટ માહિતી પણ મેળવી શકો છો. વર્ષ 2020માં છેલ્લી વખત એપ્રિલમાં સરકારે ગ્રાહકોના ખાતામાં 147.67 રૂપિયાની સબસિડી ટ્રાન્સફર કરી હતી. ત્યારે સિલિન્ડરની કિંમત 731 રૂપિયા હતી. આ પછી એલપીજી સિલિન્ડર 205 રૂપિયા મોંઘું થયું. હવે લોકોને LPG સિલિન્ડર 900 રૂપિયામાં લેવો પડી રહ્યો છે.