શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 22 જૂન 2022 (14:40 IST)

રાશનકાર્ડ ધારકોના ફાયદા માટે આખા દેશમાં લાગૂ થઈ આ સુવિદ્યા, મળશે મોટી રાહત

ration
: Ration Card Portability System રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે. સરકારે રાશનકાર્ડ ધારકો માટે પોર્ટેબેલિટી સર્વિસ શરૂ કરી દીધી છે. જેનાથી હવે કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્ય કે જીલ્લાના રાશન દુકાન પરથી પોતાના ભાગનુ અનાજ લઈ શકશે. આ સાથે જ કેન્દ્રનુ 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ'  (One Nation, One Ration Card)  કાર્યક્રમ દેશભરમાં લાગૂ થયો છે. 
 
Ration Card Portability System આ અંગેની માહિતી ખાદ્ય મંત્રાલયે આપી હતી. ONORC હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ તેમની પસંદગીની કોઈપણ ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ (E-POS)થી સજ્જ રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજનો ક્વોટા મેળવી શકે છે. 
 
આ માટે કાર્ડધારકોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સાથે વર્તમાન રેશન કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આસામ ONORC લાગુ કરનાર 36મું રાજ્ય/યુટી બન્યું છે. આ સાથે, ONORC કાર્યક્રમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા 'પોર્ટેબલ' બની ગઈ છે.
 
ઓએનઓઆરસીનો અમલ ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. વન નેશન, વન રેશન કાર્ડ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સરકારે 'મેરા રાશન' મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ એપ લાભાર્થીઓને વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડી રહી છે. તે હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યાર સુધીમાં એપને 20 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.