બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (15:08 IST)

Rules Change From January 2022- નવા વર્ષમાં બદલાઈ રહ્યા છે આ 3 નિયમ, તમારા પર પડશે સીધો અસર

નવા વર્ષ 2022 ત્રણ નવા ફેરફાર લઈને આવી રહ્યુ છે જે તમારા માટે મોટા કામના છે. એક બાજુ જ્યાં બેંક લૉકર વધુ સુરક્ષિત થશે તેમજ એમએફ સેંટ્રલથી મ્યુચુઅલ ફંડમાં લેવડ-દેવડની સુવિધા મળશે. તેમજ એટીએમ શુલ્કમાં પણ વધારો થશે. આ ત્રણ બાબતની ન જોઈ તમારા પર ભારે પડી શકે છે. 
 
લૉકરથી છેડતી પર બેંઅક ભરપાઈ કરશે 
બેંકમા લૉકરથી કરેલ છેડતી માટે હવ બેંક જવાબદાર હશે. આરબીઆઈએ બેંકને નિર્દેશ આપ્યા છે કે તે એવા કેસમાં જવાબદારી લેવાથી બચી નહી શકે. જાન્યુઆરી 2022થી બેંક કર્મચારી દ્બારા કરેલ દગો, આગ લાગવા કે ચોરી થવાની સ્થિતિમાં, બેંક લૉકરમાં રહેલ વાર્ષિક ભાડાનો 100 ગણુ સુધી ભુગતાન ગ્રાહકને કરશે. પણ આ નિયમ પ્રાકૃતિક આપદા અને ગ્રાહનકી બેદરકારીથી થતા નુકશાન પર લાગુ નહી થશે. 
 
MFs મ્યુચ્યુઅલ ફંડ માટે કેન્દ્રીય પોર્ટલ પર વ્યવહાર કરી શકશે
મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત સેવાઓને સરળ બનાવવા માટે MF સેન્ટ્રલ પોર્ટલ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આના પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસમાં ફેરફાર, નોમિનેશન ફાઈલ કરવું પરંતુ પેમેન્ટ કરી શકાતું નથી. આ પોર્ટલ પર ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પણ નવા વર્ષથી શરૂ થશે. આ પોર્ટલ Cfintech અને Computer Age Management Services (CAMS) દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યું છે. તેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી પણ મંજૂરી મળી ગઈ છે.

એટીએમમાંથી પાંચ વખતથી વધુ પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે
જાન્યુઆરીથી, જો તમે એક મહિનામાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ એટીએમનો ઉપયોગ કરો છો, તો તમારે તેના માટે વધુ ફી ચૂકવવી પડશે. હાલમાં, દરેક ગ્રાહકને એક મહિનામાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની છૂટ છે. તેમાં રોકડ ઉપાડ, બેલેન્સ પૂછપરછ, એટીએમ પિન બદલાવ વગેરેનો સમાવેશ થાય છે. પાંચથી વધુ ઉપયોગ માટે, તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા ચૂકવવા પડશે. પ્રથમ 20 રૂ.