શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2024 (10:31 IST)

શેરબજારમાં ચારેબાજુ વેચવાલી, સેન્સેક્સ 917 પોઈન્ટ તૂટ્યો, Nifty પણ ઘડામ

Stock Market
અઠવાડિયાના પહેલા દિવસે શેયર બજારની ખૂબ જ નબળી શરૂઆત રહી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનવાથી શેરબજારનો મૂડ ખરાબ છે. સોમવારે શરૂઆતી વેપારમાં ચારેબાજુ વેચવાળી જોવા મળી રહી છે. બીએસઈ સેંસેક્સ 917 અંકોના મોટા ઘટાડા સાથે 73,315.16 પર ખુલ્યુ છે. નિફ્ટી પણ 181.75 ગબડીને 22,337.65 અંક પર પહોચી ગય ઉ છે. સ્ટોક માર્કેટમાં બેકિંગ આઈટી ફાર્મા સહિત બધા કાઉંટરમાં પડ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેંસેક્સમાં સામેલ 30માંથી 30 શેર લાલ નિશાન પર ખુલ્યા છે. 
 
બજારમાં થોડી રિકવરી
ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો સમય ચાલુ છે. બેન્કિંગ, ઓટો, ફાર્મા શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આઈટી સેક્ટર માર્કેટને ટેકો આપવા માટે કામ કરી રહ્યું છે. 221 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ નિફ્ટીમાં હવે રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી 168.95 પોઈન્ટ ઘટીને 22,350.45 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.