રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (17:26 IST)

Market Wrap: 796 અંક તૂટીને બંધ થયો Sensex, રોકાણકારોના 2 લાખ કરોડથી વધુ સ્વાહા

 sensex closed down by 796 points
Sensex Closing Bell: સેંસેક્સ અને નિફ્ટી બુધવારે ભારે ઘટાડા સાથે બંધ થયો, સેંસેક્સ 796 અંકોના ઘટાડા સાથે  66,800 અંકો પર અને નિફ્ટી 231 અંક ગબડીને 19,901 અંક પર બંધ થયો. US ફેડ પ્લીસીના પહેલા મિક્સ્ડ ગ્લોબલ સંકેતોની વચ્ચે સતત બીજા સેશનમાં માર્કેટમાં ઘટાડો કાયમ રહ્યો. US ટ્રેજરીની યીલ્ડ 16 વર્ષના ઉચ્ચતમ સ્તરની નિકટ રહી. 
 
ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારાની શક્યતા નથી. આ આશા કરવામાં આવી રહી છે કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવે નહી પણ તાજેતરના દિવસોમાં ક્રૂડ ઓઈલની કિમંતોમાં ઝડપથી વધારાને કારણે ઈંફ્લેશનનો ખતરો હજુ પણ બન્યો છે. 
 
ક્રૂડ ઓઈલનો બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ વાયદો આજના વેપારમાં એક ટકાથી વધુ ગબડી ગયો, જે પોતાના 10 મહિનાના ઉચ્ચ સ્તર પરથી ફસડાઈ પડ્યો, પણ OPEC+ દ્વારા પ્રોડક્શનમાં કપાત પછી છેલ્લા ત્રણ મહિનામાં હજુ પણ લગભગ 30 ટકા ઉપર છે. બપોરે 3:30 વાગ્યાની આસપાસ બ્રેંટ ક્રૂડ 93 ડૉલર પ્રતિ બૈરલના નિકટ વેપાર કરી રહ્યો હતો. 
 
પ્રમુખ ગ્લોબલ કંપટીટર્સમાં UK ના FTSE, ફ્રાંસ ના CAC 40 અને જર્મનીનો DAX સેંક્સેસ બંધ થતા ગ્રીન નિશાન પર વેપાર કરતો જોવા મળ્યો. ઈન્વેસ્ટર આજે ફેડ પોલીસીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આવનારા અઠવાડિયામા અનેક અન્ય કેન્દ્રીય બેંકોની તરફથી નીતિગત જાહેરાત થશે. 
 
રૉયટર્સની રિપોર્ટ મુજબ આ આશા કરવામાં આવી રહી છે કે ફેડરલ રિઝર્વ બે મહિનાની બેઠક પુરી થતા દરોને 5.25 ટકા અને 5.5 ટકા વચ્ચેને વર્તમાન લિમિટ પર જ કોઈપણ જાતના ફેરફાર વગર છોડી દેશે. 
 
આજે શેરબજારમાં
શેરબજારના બેન્ચમાર્કને ભારે નુકસાન થયું હતું અને મોટાભાગના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.