ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2019 (11:26 IST)

Sensex Today - તેજી સાથે ખુલ્યા બજાર, સેંસેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

શેયર બજાર ગુરૂવારે તેજી સાથે ખુલ્યા. બીએસઈના 30 કંપનીઓના શેયર પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ 52.90 અંકોની તેજી સાથે 40,136.43 પર ખુલ્યો. બીજી બાજુ નેશનલ સ્ટૉક એક્સચેંજના 50 કંપનીઓના શેયર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 18.15 અંક ચઢીને 12,039.80 પર ખુલ્યો. 
 
તેજી સાથે શરૂઆત કર્યા પછી જોકે બજારમાં ઘટાડો નોંધવામાં આવ્યો. શરૂઆતી વેપારમાં બીએસઈ પર આઠ કંપનીઓના શેયર લીલા નિશાન પર તો એનએસઈ પર 13 કંપનીઓના શેયર લિવાલી અને 37 કંપનીઓના શેયરમાં વેચવાલી જોવા મળી. 
 
સવારે 9.46 વાગ્યે સેંસેક્સ 96.81 અંકોના ઘટાડા સાથે 39,986.73 પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે કે નિફ્ટી 45.85 અંકોના ઘટાડા સાથે 11,975.80 પર વેપાર કરી રહ્યો હતો. 

 
આ શેરમાં આવી તેજી 
 
બીએસઈ પર પાવરગ્રિડના શેરમાં સૌથી વધુ 2.43 ટકા, હિન્દુસ્તાન લીવરમં 1.32 ટકા, એશિયન પેંટમા6 0.87 ટકા, કોલ ઈંડિયામાં 0.78 ટકા અને એનટીપીસીના શેરમાં 0.37 ટકાની તેજી નોંધવામાં આવી. બીજી બાજુ એનએસઈ પર પવરગ્રિડના શેયરમાં 2.18 ટકા, હિન્દુસ્તાન લીવર લિમિટેડમાં 1.30 ટકા, ટાઈટનમાં 1.25, આઈઓસીમાં& 1 ટકા અને એશિયન પૈટમાં 0.81 ટકાની તેજી જોવા મળી. 
 
આ શેયરમાં ઘટાડો 
 
બીએસઈ પર યસ બેંકના શેયરમાં સૌથી વધુ 2.98 ટકા, એસબીઆઈમાં 1.94 ટકા, ઈંડસઈંડ બેંકમાં 1.60 ટકા, મહિન્દ્રા એંડ મહિન્દ્રામાં 1.43 ટકા અને હીરો મોટકોર્પમાંના શેયરમાં 1.09 ટકાનો ઘટૅઅદો નોંધાયો. જ્યારે કે એનએસઈ પર ગેલના શેયરમાં સૌથીવધુ 8.78 ટકા, ઈંડિયાબુલ હાઉજિંગ ફાઈનેંસમાં 5.29 ટકા, યસ બેંકમાં 3.08 ટકા, અલ્ટ્રા સીમેંટમાં 2.41 ટકા અને ગ્રાસિમના શેયરમાં 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.