મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (17:32 IST)

ગુજરાતમાં તહેવારો પૂર્ણ થતાં જ સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ભડકો, સિંગતેલના ભાવમાં 50નો વધારો

Oil & Oilseeds
તહેવારો પૂર્ણ થતા ખાદ્યતેલોના ભાવમાં મોટા પાયે વધઘટ જોવા મળી છે. જ્યાં પામોલીનના ભાવમાં ડબ્બે રૂ.175નો ઘટાડો થયો છે. જયારે સિંગતેલના ભાવમાં 50નો વધારો નોંધાયો છે.તહેવારો પૂર્વે જે પામોલીન તેલ નો ભાવ 2050 થી વધુ હતો તે હાલ ઘટીને રૂપિયા 1920 1925 પર આવી પહોંચ્યો છે. પામોલીન તેલમાં તહેવારો પૂર્ણ થવાના કારણે માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે ડબ્બે રૂપિયા 150 થી 175 નો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ સોયાબીન તેલમાં પણ ડબ્બે રૂપિયા 50 નો ઘટાડો નોંધાયો છે જ્યારે કે કપાસિયા તેલમાં રૂપિયા 15 નો ઘટાડો નોંધાયો છે.નોંધનીય છે કે સનફ્લાવર તેલમાં રૂપિયા 20 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે સિંગતેલમાં રૂપિયા 30 થી 40 નો વધારો જોવા મળ્યો છે.

રજાના માહોલના કારણે સિંગતેલની મિલો બંધ હોવાના કારણે ભાવમાં વધારો હોવાનું વેપારી જણાવી રહ્યા છે. ત્યારે આગામી 15 દિવસથી 30 દિવસમાં નવી મગફળીની આવક શરૂ થતા સિંગતેલના ભાવમાં આગામી એક મહિના બાદ સારો એવો ઘટાડો જોવા મળી શકે છે.