શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (12:03 IST)

ખુશખબરી! માલામાલ કરી દેશે આ સરકરી સ્કીમ, દર વર્ષે ખાતામાં આવશે 1 લાખ રૂપિયા

પોતાન ભવિષ્યને સુરક્ષિત બનાવવ માટે જીવન વિમો એક સૌથી સરળ અને સૌથી સારો ઉપાય છે. વિમો તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સુરક્ષા પુરી પાડે છે. દેશની સૌથી મોટી સરકારી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમ એટલે કે એલઆઇસી ઘણા પ્રકારની સ્કીમ ઓફર કરે છે. જીવન વિમા સાથે એલઆઇસી પેંશન સાથે સંકળાયેલી સ્કીમ ઓફર કરે છે. તેમાં એક હપ્તો અથવા પછી વાર્ષિક પ્રિમીયમ ભરી શકો છો, ઘડપણમાં આર્થિક મદદ પુરી પાડે છે. 
 
તેમાંથી એક સારી સ્કીમ છે એલઆઇસીની જીવન શાંતિ સ્કીમ. આ એક પેંશન સ્કીમ છે જે ઘડપણમાં પોલિસીધારકને એક નક્કી રકમ પુરી પાડે છે. Jeevan Shanti Scheme એક નોન લિંક્ડ પ્લાન છે. સાથે જ તેમાં તમને વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે. ગ્રાહક પાસે તાત્કાલિક વાર્ષિઅક અથવા સ્થગિત વિકલ્પ સિલેક્ટ કરવાનો હોય છે. અહીં પોલિસી ધારક પાસે તાત્કાલિક અથવા પછી 5,10, 15 તથા 20 વર્ષ વર્ષ પછી પેંશન  શરૂ કરવાનો વિકલ્પ મળે છે. સમય સાથે જ પેંશનની રકમ વધી જશે. 
 
માની લો તમે 30 અથવા 35 વર્ષની ઉંમરમાં પોલીસીમાં 5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો અને 20 વર્ષ પછી પેંશન નિર્ધારિત કરી શકો છો. તો તમને લગભગ 21.6 ટકા વાર્ષિક વ્યાજ મુજબ પેંશન મળશે. આ મુજબ 20 વર્ષ પછી તમને દર વર્ષે 1.05 લાખ રૂપિયા એટલે દર મહિને 9 હજાર રૂપિયા આજીવન મળે છે. જો તમારી જમા રકમ 10 લાખ રૂપિયા છે તો મંથલી પેંશન 17,500 રૂપિયા હશે એટલે 2.10 લાખ રૂપિયા વાર્ષિક. આ રિટર્ન તમે માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક પ્રાપ્ત કરી શકો છો. 
 
પોલિસીની વિશેષતાઓ
1. આ યોજના તમને પીરિયડ બાદ પેંશનનો લાભ પુરો પાડે છે.
2. ન્યૂનતમ 30 વર્ષ તથા મેક્સિમમ 85 વર્ષ વ્યક્તિ લાભ લઇ શકે છે.
3. તમે આ પોલિસી પર લોનનો પણ લાભ લઇ શકો છો. 
4. તમારી પાસે તાત્કાલિક પેંશન પ્રાપ્ત કરવાનો અથવા પોતાની મરજી મુજબ 1 થી 20 વર્ષ વચ્ચે ગમે ત્યારે પેંશન શરૂ કરવાનો વિકલ્પ હોય છે. 
5. તાત્કાલિક અને સ્થગિત વાર્ષિક બંને વિકલ્પો માટે પોલિસી લેતી વખતે વાર્ષિક દરની ગેરન્ટી આપવામાં આવશે.
6. એકવાર સિલેક્ટ કરવામાં આવેલા વિકલ્પને બદલી શકશો નહી
7. યોજના હેઠળ વિભિન્ન વાર્ષિક વિકલ્પ અને વાર્ષિક ચૂકવણીના મોડ પર ઉપલબ્ધ છે.
8. તમે આ પ્લાનને ઓફલાઇન અને ઓનલાઇન પણ ખરીદી શકો છો.