શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:07 IST)

ઈંડાના પીળાભાગ(યોક)નું સેવન કરશો તો થશે આ 7 ફાયદા

ઈંડા ખાવા આમ તો અનેક લોકો પસંદ કરે છે અને તેનાથી થનારા અગણિત ફાયદા વિશે પણ બધા જાણતા હશે. આ સાથે ઈંડાના પીળા ભાગથી થનારા લાભ વિશે પણ બધા જાણે છે. ઈંડાના યોક(પીળોભાગ) માં ઘણા બધા ગુણ હોય છે.  જે પુરૂષો માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ખાસ કરીને જીમ જઈને સિક્સ પૈક એબ્સ બનાવનારા પુરૂષોએ ઈંડાના યોકનું સેવન કરવુ જોઈએ. કારણ કે તેમા કેલ્શિયમ, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી બચાવી રાખે છે. 
 
1. ફર્ટિલિટી - ઈંડાના પીળા ભાગમાં ઓમેગા-3 ફૈટી એસિડ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેનાથી ફર્ટિલિટી વધે છે. 
 
2. હેયર ફોલ - પુરૂષોમાં મોટાભાગે ટાલ પડવાની સમસ્યા સાંભળવા મળે છે. ઈંડામાં કૉપરની માત્રા વધુ હોય છે. જેનાથી ટાલની સમસ્યા સહેલાઈથી દૂર થાય છે. 
 
3. મજબૂત મસલ્સ - ઈંડાના વચ્ચેના ભાગમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી મસલ્સ બને છે અને સિક્સ પૈક એબ્સ બનાવવામાં ખૂબ મદદ મળે છે. 
 
4. મજબૂત હાંડકા - તેમા વિટામિન ડી ની માત્રા ખૂબ હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. 
 
5. મગજ તેજ - ઈંડાના પીળા ભાગમાં કોલીન હોય છે. જે મગજને હેલ્ધી બનાવવાની સાથે સાથે તેજ પણ રાખે છે. 
 
6. આંખોની રોશની - તેમા કૈરોટેનૉઈટ હોય છે જે આંખોની રોશનીને તેજ બનાવી રાખે છે. વધતી વયના પુરૂષોમાં આ સમસ્યા વધુ આવે છે. તેથી તેનુ સેવન કરો. 
 
7. એનીમિયા - ઈંડાના યોકમાં આયરની ખૂબ માત્રા હોય છે જે એનીમિયામાં મદદરૂપ સાબિત થાય છે.