રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 20 જાન્યુઆરી 2018 (12:26 IST)

Video આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ

જાડાપણુ એ સ્થિતિ છે જેમા અત્યાધિક શારીરિક વસા શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક પરેશાનીઓ ઉભી કરે છે. ઓછુ ખાવાથી કે ડાયેટિંગ કરવાથી ક્યારેય પણ જાડાપણુ ઓછુ થતુ નથી. બ્રેકફાસ્ટ ન કરવાથી ઉપરથી વજન વધે છે. 
 
કહે છે દિવસમાં લગભગ ચારથી પાંચ વખત તો ખાવુ જ જોઈએ જેથી મેટાબોલિજ્મ મજબૂત થાય અને વજન સહેલાઈથી ઓછુ થઈ શકે છે.. આવો અમે જણાવીએ તમને કેવુ રહેશે તમારુ ડાયેટ પ્લાન જેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ વજન પણ ઓછુ થઈ જાય 
 
- રોજ સવારે કુણા પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવો 
- એક કલાકના અંતર પછી ફ્રુટ્સ જરૂર ખાવ. ફ્રુટ્સમાં તમે સફરજન, દાડમ, ઓરેંજ, કીવી વગેરે લઈ શકો છો. 
- જોકે દર થોડી થોડી વારમાં કંઈને કંઈક ખાતા રહેવુ જોઈએ તો બ્રેકફાસ્ટમાં તમે ઓટ્સ, બાફેલા ઈંડા ફક્ત સફેદ ભાગ, કંસાર વગેરે લઈ શકો છો. 
- લંચમાં જુદી જુદી બાફેલી શાકભાજી જેવી કે બ્રોકલી, કાચા કેળા, બીંસ, પાલક, ગાજર લઈ શકો છો. દાળ ખાવી પણ એક સારુ ઓપ્શન છે. 
- પનીરની જગ્યાએ ટોફૂ ખાશો તો સારુ રહેશે. 
- ફૈટી અને તૈલીય વસ્તુઓ જેવી કે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, પૂરી, સમોસા વગેરેથી બિલકુલ પરેજ કરો 
- કોલ્ડ ડ્રિંક પીવુ તો ભૂલી જ જાવ 
- ડિનરમાં પેટ ભરીને નહી પણ અડધુ પેટ જ ખાવ.. સલાદ, સૂપ, એક વાડકી દાળ તમે બિંદાસ લઈ શકો છો.