રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (12:19 IST)

અફગાનની ખુરશી માટે જાની દુશ્મન બન્યા તાલિબાન સાથે ઝડપમાં હક્કાનીએ ચલાવી ગોળી બરાદર ઈજાગ્રસ્ત

અફગાનિસ્તાનમાં કબજો કર્યાને તાલિબાનને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પણ  અત્યારે સુધી સરકારનો ગઠનને લઈને કોઈ ઉકેલ નહી નિકળ્યુ છે. તાલિબાન અને હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં સત્તાની સીટ પર વિવાદમાં છે. દરમિયાન, એવા અહેવાલો છે કે તાલિબાનના સહ-સ્થાપક, અબ્દુલ ગની બારાદાર અને હક્કાની જૂથ વચ્ચે અથડામણ થઈ છે, અને ત્યાં ગોળીબાર થયો છે. અફઘાનિસ્તાનની વેબસાઈટ પંજશીર ઓબ્ઝર્વરના અહેવાલ મુજબ, આ અથડામણમાં અબ્દુલ ગની બરાદર ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હક્કાની જૂથે ગોળીઓ ચલાવી હતી.
 
પંજશીર ઑબ્ઝર્વરએ સૂત્રોના અહેવાલથી ખબર આપી છેકે કાબુલમાં ગઈ રાત્રે તાલિબાનના બે વરિષ્ટ નેતાઓની વચ્ચે સંઘર્ષને લઈને ગોળીબારી થઈ. પંજશીરના મુદ્દાને કેવી રીતે ઉકેલાય તેને લઈને અનસ હક્કાની અને મુલ્લા બરદારના લડાકો બચ્ચે અસહમતિ હતી અને તેને લઈને મતભેદ થઈ ગયુ અને અથડામણ થઈ. હક્કાની તરફથી ચલાવી ગોળામાં મુલ્લા બરાદર કથિત  રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અન તેમનો પાકિસ્તાનમાં સારવાર થઈ રહી છે પણ સૂત્રોએ ગોળીબારીની પુષ્ટિ નહી કરી છે.