સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (14:38 IST)

નાસાએ કહ્યુ - પૃથ્વી સાથે અથડાઈ શકે છે એસ્ટેરૉયડ

નાસા પ્રમુખ જીમ બ્રેડેસ્ટાઈને કહ્યુ કે પૃથ્વી પર તમારા જીવનમાં જ કોઈ એસ્ટેરૉયડ અથડાઈ શકે છે. વોશિંગટૅનમાં પ્લેનેટરી ડિફેંસ કૉન્ફેરેંસમાં બોલતા તેમણે કહ્યુ કે એસ્ટેરૉયડનુ અથડાવવુ હવે ફક્ત ફિલ્મો સુધી જ સીમિત નથી રહી ગયુ. આ આપણા પોતાના જીવનમાં જ સત્ય થઈ શકે છે. તેથી આપણી પૃથ્વીને બચાવવી આપણુ કર્તવ્ય છે. 
 
પોતાની વાતના સમર્થનમાં તેમણે કહ્યુ કે વર્ષ 2013 મેચ ચેલિયાબિંસ્કમાં એક એસ્ટેરૉયટ અથડાયુ હતુ. જેને કારણે 66 ફીડ ખાડો થઈ ગયો હતો.  દક્ષિણી યૂરાલ ક્ષેત્રમાં થયેલ આ ટક્કરને કારણે સંપત્તિઓને ખૂબ નુકશાન પહોંચ્યુ હતુ અને લગભગ 1500 લોકો ઘાયલ થયા હતા. 
 
જો કે નાસાની પાસે પૃથ્વીની આસપાસ 140 મીટર કે તેનાથી મોટા લગભગ 90 ટકા એસ્ટેરૉયડને ટ્રેક કરવાની યોજના છે. સામાન્ય રૂપથી એસ્ટેરોયડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતા સમયે તેમના દ્રવ્યમાન ઓછા થઈ જાય છે. ખાસ વાત એ છે કે નાસા જે એસ્ટેરૉયડને ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યુ છે તે ચેલિયાબિંસ્કમાં અથડાયેલા એસ્ટેરૉયડની તુલનામાં સાત ગણુ વધુ મોટુ છે.