ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (18:40 IST)

US President Inauguration Day - 20 જાન્યુઆરીના દિવસે જ કેમ થાય છે અમેરિકી રાષ્ટ્રપતિનુ શપથ ગ્રહણ

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી પછી સત્તાનુ હસ્તાંતરણ પ્રક્રિયાથી લઈને 20 જાન્યુઆરી 2021 ના રોજ થનારા નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સુધી આ વખતે ઘણુ બધુ બદલાયુ છે, પણ કશુ ન બદલાયુ હોય તો એ છે 20 જાન્યુઆરીની તારીખ. દરેક ચાર વર્ષ પછી આવનારા લીપ ઈયરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થાય છે.  વૈશ્વિક મહાશક્તિ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો શપ થ ગ્રહણ 20 જાન્યુઆરીના દિવસે જ હોય છે. અમેરિકા અને દુનિયાના મુખ્ય ટીવી ન્યુઝ ચેનલ તેનુ સીધુ પ્રસારણ બતાવશે. અમેરિકાના ઈતિહાસમાં 20 જાન્યુઆરી 2021નો એક નવો અધ્યાય જોડાય જશે. આ દિવસ દુનિયાના સૌથી પ્રાચીન લોકતંત્રના ઈતિહાસમાં અનેક પરંપરાઓના તૂટવા અને બદલવાનો સાક્ષી બનશે. આવો જાણીએ શુ છે 20 જાન્યુઆરીનુ મહત્વ, ઈતિહાસ અને કેમ અલગ છે આ વખતનુ ઈનોરગેશન ડે... 
 
 
સવિધાનમાં નિર્ધારિત છે શપથ ગ્રહણની તારીખ - અમેરિકી સંવિધાનના 20માં સશોધન હેઠળ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ માટે 20 જાન્યુઆરીની તારીખ પણ નિર્ધારિત થયેલ છે. ચૂંટણી થવાના લગભગ અઢી મહિના પછી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ શપથ લે છે. આ જો કે 1937ના પહેલા સુધી શપથ ગ્રહણ ચાર માર્ચના રોજ થતુ હતુ. આ અઢી મહિનાનો સમય ટ્રાંજિશન પીરિયડ કહેવાય છે.  ફ્રૈકલીન ડી રૂઝવેલ્ટ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ હતા, જેમણે 20 જાન્યુઆરી 1937ના રોજ શપથ લીધી હતી. 
 
શુ  હોય છે ઈનૉગરેશન ડે ? સૌથી પહેલા ઈનૉગરેશન ડે ની વાત કરીએ તો આ શપથ ગ્રહણ સમારંભ વોશિંગટન ડીસીમાં હોય છે, જો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિના કાર્યની શરૂઆતનુ પ્રતીક છે. રાષ્ટ્રપતિ ચૂંટાય ગયા તો બાઈડન સત્તાવાર રીતે ઈનૉગરેશન ડે સુધી વ્હાઈટ હાઉસમાં પોતાના પગ નથી મુકી શકતા. ઈનોગ્રેશન ડે પર ડેમોક્રેટ નેતા જે બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ અને કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેશે. 
 
આ છે શપથનુ સ્વરૂપ - રાષ્ટ્રપતિ પદની શપથ લે છે... હુ સંપૂર્ણ ઈમાનદારીથી આ શપથ લઉ છુ કે હુ સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યલયનુ ઈમાનદારીથી સંચાલન કરીશ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના સંવિધાનની મારી સંપૂર્ણ ક્ષમતા સાથે સંરક્ષણ, રક્ષા અને બચાવનો સર્વોત્તમ પ્રયાસ કરીશ. આ સમારંભમાં જ્યારે જો બાઈડન આ શબ્દોનુ ઉચ્ચારણ કરશે તો ત્યા 46માં રાષ્ટ્રપતિન અરૂપમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનુ સ્થાન લેશે. શપથ લેતા જ કમલા હૈરિસ પણ પહેલી અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ બની જશે. તે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણથી ઠીક પહેલા શપથ લેશે. શપથ ગ્રહણ પછી રાષ્ટ્રપતિ બાઈડન આગામી ચાર વર્ષ માટે વ્હાઈટ હાઉસમાં રહેવા જશે. 
 
આ વખતે ખાસ કેમ  ?
 
આ વખતે શપથ ગ્રહણ સમારંભ કોવિડ 19 પ્રોટોકોલથી લઈને સુરક્ષા ચિંતાઓ સુધી ઘણુ બધુ બદલાયેલુ છે. લેડી ગાગા જેવા અનેક મોટા સ્ટાર સેલિબ્રિટી અહી પ્રસ્તુતિ આપશે.  તાજેતરમાં જ અમેરિકી સાંસદમાં થયેલ હિંસા દરમિયાન આ વખતે ઈનોગરેશન ડે સખત સુરક્ષાના ઘેરામાંઆયોજેત કરવામાં આવી રહ્યુ છે. ચારે બાજુ અમેરિકી નેશનલ ગાર્ડનો સખત પહેરો છે. સીક્રેટ સર્વિસની ચુસ્ત નજર પણ સજાગ છે. બીજી બાજુ દુનિયાભરની નજર પણ તેના પર ટકેલ છે. 
 
 
સુરક્ષા કેવી રહેશે  ? 
 
રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં સામાન્ય રીતે વિસ્તૃત સુરક્ષા યોજનાઓ શામેલ હોય છે, પરંતુ આ સમય કંઈક વધુ કડક છે. 6 જાન્યુઆરીએ સંસદ સંકુલમાં બનેલી અસ્તવ્યસ્ત ઘટના ત્યારબાદ અધિકારીઓએ સુરક્ષામાં વધારો કર્યો છે. શહેરના મોટા ભાગો બંધ કરી દેવાયા છે. સિક્રેટ સર્વિસને હજારો પોલીસ અધિકારીઓ ઉપરાંત લગભગ 15,000 નેશનલ ગાર્ડ જવાનોને સ્રુરક્ષાની કમાન સોંપી છે. વોશિંગ્ટન ડીસી પહેલેથી જ કટોકટીની સ્થિતિમાં છે.  સિક્રેટ સર્વિસ વતી સુરક્ષા પ્રયાસોનું નેતૃત્વ કરી રહેલ  એજન્ટ મેટ મિલરે શુક્રવારે જણાવ્યું કે આ આયોજનની તૈયારી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે. 
 
 
શું ટ્રમ્પ સામેલ થશે?
 
પરંપરા મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ આગામી રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં સામેલ થવા આવે છે.  પણ ક્યારેક ક્યારેય કંઈક અનોખુ પણ બને છે. આ વર્ષ પણ આવુ જ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સંકેત આપ્યા હતા કે તેઓ સમારંભમાં ભાગ લેશે નહી. જો કે જ્યારે ટ્રંપે શપથ લીધી હતી ત્યારે તેમના વિરોધી દાવેદાર હિલેરી ક્લિંટન ચૂંટણી હારવા છતા પોતાના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન સાથે સમારંભમાં સામેલ થયા હતા. 
 
ટ્રમ્પ શું કરશે?
 
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણના દિવસે સવારે સંયુક્ત સૈન્ય બેઝ એન્ડ્રુઝની વિદાય સાથે વોશિંગટન છોડવાની યોજના બનાવી છે. તેઓ  ફ્લોરિડામાં આવેલ તેમના નિવાસસ્થાન માર-એ-લાગો માટે રવાના થશે. પૂર્વ રાષ્ટ્રપતિ સામાન્ય રીતે આવનારા રાષ્ટ્રપતિને અભિનંદન આપે છે અને તે પછી સમારોહ માટે સાથે મળીને કેપિટલ એટલે કે સંસદમાં એકસાથે સવારી કરે છે.
ટ્રમ્પ આ પરંપરા તોડવા જઇ રહ્યા છે.
 
 
.. તો ટ્રમ્પ આવા ચોથા રાષ્ટ્રપતિ હશે
 
પાછલી  સદીમાં, ફક્ત ત્રણ રાષ્ટ્રપતિઓ જોન એડમ્સ, જ્હોન ક્વિન્સી એડમ્સ અને એન્ડ્રુ જહોનસન તેમના ઉત્તરાધિકારીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. બાકી તમામ રાષ્ટ્રપતિઓએ તેમના ઉત્તરાધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો છે. ટ્રમ્પ તેમના ઉત્તરાધિકારીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ નહીં લેનારા ચોથા રાષ્ટ્રપતિ હશે. જોકે ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે કહ્યું છે કે તેઓ આ સમારોહમાં હાજરી આપશે.
 
કોવિડ -19 સાથે શું બદલાયું?
 
સામાન્ય સંજોગોમાં વોશિંગ્ટન ડીસી શહેરમાંથી હજારો લોકો સમારોહ જોવા માટે પહોંચે છે. જ્યારે 2009 માં રાષ્ટ્રપતિ ઓબામાએ પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા હતા  ત્યારે લગભગ 20 લાખ લોકો આવ્યા હતા.  પરંતુ આ વર્ષે કોવિડ -19 મહામારી ને કારણે સમારંભ અત્યંત મર્યાદિત રહેશે. એક પરંપરા કે જે અનુસરવામાં આવશે તે છે બાઈડન અને હૈરિસ 1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા શરૂ કરવામાં આવેલ એક પરંપરા મુજબ અમેરિકી સંસદની સામે શપથ લેશે
 
 
ફક્ત 1000 ટિકિટ આપી 
 
સોશિયલ ડિસ્ટેંસનુ પાલન કરવા સાથે સમારોહમાં 200 જેટલા લોકો બેસશે. સ્ટેજ પરના દરેકએ માસ્ક પહેરવો જ પડશે. જેવી શપથ ગ્રહણની ક્ષણ આવશે બાઈડન રાષ્ટ્રપતિ પદની શપથ લેવા માટે પોતાનો માસ્ક ઉતારી દેશે. પહેલા સત્તાવાર સમારંભમાં ભાગ લેવા માટે 200000 ટિકિટ બનાવી હતી. પણ હજુ પણ સંપૂર્ણ અમેરિકામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે તો ફક્ત 1000 ટિકિટ જ આપવામાં આવી છે. બધા લોકોની કોરોના ચકાસણી કરવામાં આવી છે. 
 
પાસ  ઈન રિવ્યુ સમારંભ થશે 
 
આ વખતે પણ સત્તા હસ્તાંતરણનો એક પારંપારિક પાસ ઈન રિવ્યુનુ આયોજન થશે.  જ્યાં નવા કમાન્ડર-ઇન-ચીફ સૈનિકોની નિરીક્ષણ કરે છે, પરંતુ વ્હાઇટ હાઉસમાં સામાન્ય પરેડને બદલે, આયોજકો સમગ્ર અમેરિકામાં વર્ચુઅલ પરેડનું આયોજન કરશે. બીડેન અને હેરિસ અને તેમના જીવનસાથીને બેન્ડ અને ડ્રમ કોર્પ્સ સહિત સૈન્યના સભ્યો સાથે વ્હાઇટ હાઉસમાં લઈ જવામાં આવશે.
 
આ હસ્તીયો આપશે પ્રસ્તુતિ 
 
તાજેતરના વર્ષોમાં આવનારા રાષ્ટ્રપતિઓને દેશના કેટલાક સૌથી લોકપ્રિય કલાકારોને શપથ ગ્રહણ સમારંભના કાર્યક્રમમાં સામેલ કર્યા છે. મહામારી છતા આ વર્ષે કોઈ તેમા ફેરફાર નથી. આ વખતે સુપર સ્ટાર લેડી ગાગા અને જેનિફર લોપેજ તેમા સામેલ થશે. સમારંભના સંગીત પ્રદર્શન પણ થશે. બાઈડનના શપથ ગ્રહણ પછી અભિનેતા ટોમ હૈકસ 90 મિનિટના પ્રાઈમ ટાઈમ ટેલીવિઝન કાર્યક્રમની મેજબાની કરશે. જેમા જૉન બૉન જોવી, ડેમી લોવાટો અને જસ્ટિન ટિમ્બરલેકનો સમાવેશ થશે.