ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 30 ડિસેમ્બર 2020 (19:07 IST)

ક્રોએશિયા વિનાશક ભૂકંપ : સાત મૃત્યુ, કાટમાળમાંથી લોકોને કાઢવાની કામગીરી યથાવત્

6.4ની તીવ્રતાના ભૂકંપે મધ્ય ક્રોએશિયાની ધ્રુજાવી દીધું, જે બાદ સાત લોકોનાં મૃત્યુ અને અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાની વિગતો આવી રહી છે.
 
ભૂકંપના આંચકા બોસ્નિયા, સર્બિયા અને ઇટાલીમાં પણ અનુભવાયા હતા.
 
12 વર્ષની બાળકીનું પણ મૃત્યુ નીપજ્યું છે, જેઓ પેટ્રીન્ઝામાં રહેતાં હતાં. વડા પ્રધાને કહ્યું છે કે તેમણે અહીંની મુલાકાત લીધી છે.
ગ્લિનામાં પાંચ લોકોનાં મૃત્યુની ખરાઈ કરવામાં આવી છે.
 
પેટ્રીન્ઝાના મેયરનું કહેવું છે કે લગભગ અડધો વિસ્તાર બરબાર થઈ ચૂક્યો છે અને લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
 
ક્રોએશિયાના મીડિયા પ્રમાણે વધુ એક મહિલાને પેટ્રીન્ઝાના ટાઉનહૉલના કાટમાળમાંથી કાઢવામાં આવ્યાં હતાં.
 
સ્થાનિક ચેનલ સાથે વાતચીત કરતાં મેયર ડારિંકો ડ્યુમબોવિકે કહ્યું, "લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, અમે હાલ એ નથી જણાવી શકતા કે તેઓ મૃત છે કે ગંભીર."
 
72 વર્ષના સ્થાનિક મારિકા પાવ્લોવિકે સમાચાર સંસ્થા એએફપી સાથે વાત કરતાં કહ્યું, "બાથરૂમની તમામ ટાઇલ્સ તૂટી ગઈ છે, થાડીઓ પણ પડી ગઈ હતી."
 
તેઓ કહે છે, "અમે ઇચ્છીએ તો પણ પરત ઘરોમાં જઈ નથી શકતા, ત્યાં વીજળી જ નથી."