ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 20 જાન્યુઆરી 2021 (22:00 IST)

Goodbye Trump - વ્હાઈટ હાઉસમાંથી હ્રદય પર પત્થર મુકીને ટ્રંમ્પે લીધી વિદાય, જતા જતા બોલી ગયા મોટી વાત

છેવટે ડોનાલ્ડ ટ્રંપને વ્હાઈટ હાઉસ છોડવુ પડ્યુ, દેખીતુ છે કે તેઓ ખૂબ ભારે મનથી  નીકળ્યા હશે. ચૂંટણી હારવા છતા પણ તેઓ હર સ્વીકાર નહોતા કરી રહ્યા, તેઓ ચૂંટણીના નિર્ણયને ન માનવાને લઈને એટલા આતુર હતા કે તેમના સમર્થકોએ યૂએસ કેપિટલ પર હુમલો કરી દીધો અને સાંસદોને સંતાય જવુ પડ્યુ. આવુ ટ્ર્મ્પના ઉશ્કેરણીજનક ભાષણ પછી થયુ હતુ. 
 
આજે એક બાજુ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેવા જઈ રહ્યા છે તો બીજી બાજુ ટ્રંપે વ્હાઈટ હાઉસમાંથી વિદાય લીધી. અમેરિકી લોકતંત્ર માટે આ એક ખૂબ જ અસહજ દિવસ છે કે સત્તામાંથી વિદાય થનારા રાષ્ટ્રપતિએ સત્તા માટે પસંદગી પામેલા નવા રાષ્ટ્રપતિને ન તો શુભેચ્છા આપી કે ન તો શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થયા. જ્યારે બાઈડેન રાષ્ટ્રપતિ અને કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લઈ રહ્યા હશે ત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં હશે. 

ટ્રમ્પે જતા જતા છેલ્લીવાર જોઈંટ બેઝ એંદ્રેઝથી દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના સ્ટાફ દ્વારા લખેલુ ભાષણ વાંચ્યુ નહોતુ. તેમણે પોતાના અંતિમ ભાષણમાં પોતાન સમર્થકોને કહ્યું હતું કે- ‘We will be back in some form’….એટલે કે આપણે કોઈ પણ રૂપમાં પાછા ફરીશું.  

 
પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે કોરોના રોગચાળાને કારણે ઘણું નુકસાન થયું છે, પરંતુ અમે 9 મહિનામાં કોરોના રસી બનાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધન કરતા  કહ્યું કે હું તમારા માટે લડીશ. હું જોઈશ આ દેશનું ભાવિ આનાથી સારું નહી રહ્યુ. ટ્રમ્પે નવી સરકારને અભિનંદન આપ્યા પણ બાઈડેનનું નામ પણ લીધું નહીં