ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (17:16 IST)

Thailand Firing - ડ્રગ્સ લેતો હતો તેથી નોકરીમાંથી કાઢી મુક્યો તો નર્સરીમાં ઘુસીને અંધૂધૂંધ કર્યો ગોળીબાર, 34 લોકોના મોત

thailand
Thailand Firing: ગુરુવારે ઉત્તરી થાઈલેન્ડ ગોળીબારના અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં પૂર્વ પોલીસ કર્મચારીએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં 34 લોકોના મોતની માહિતી સામે આવી છે. જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ પ્રવક્તાએ આ માહિતી આપી છે. પોલીસ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે 34 લોકોને નિર્દયતાથી મારનાર વ્યક્તિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
પહેલા એવુ લાગ્યુ કે આતિશબાજી થઈ રહી છે 
 
ના ક્લાંગ પોલીસ સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટ ચક્રફત વિચારવિદ્યએ થાઈ રથ ટીવીને જણાવ્યું હતું કે બંદૂકધારીને ગયા વર્ષે પોલીસ દળમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. બીજી બાજુ જિલ્લા અધિકારી જીડાપાએ જણાવ્યું હતું કે વ્યક્તિએ પહેલા આઠ મહિનાની ગર્ભવતી શિક્ષકા સહિત ચાર-પાંચ કર્મચારીઓને ગોળી મારી હતી. "પ્રથમ લોકોને લાગ્યું કે આ ફટાકડા છે,"  
 
 વર્ષ 2020માં પણ આવી ઘટના બની હતી
 
થાઈલેન્ડમાં સામૂહિક ગોળીબાર દુર્લભ છે. તેમ છતાં બંદૂકની માલિકીનો દર આ પ્રદેશમાં કેટલાક અન્ય દેશો કરતાં વધુ છે અને ગેરકાયદેસર હથિયારો સામાન્ય છે. 2020 માં, પ્રોપર્ટી ડીલ પર ગુસ્સે થયેલા સૈનિકે આવી જ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 ઘાયલ થયા હતા.
 
ફાયરિંગને લઈને અત્યાર સુધીના બધા અપડેટ્સ 
 
ગોળીબાર ઉત્તર થાઈલેન્ડના નોંગ બુઆ લામ્ફુમાં થયો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતોમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે.
થાઈલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે સામૂહિક ગોળીબારમાં સામેલ બંદૂકધારી ભૂતપૂર્વ પોલીસ અધિકારી હતો
થાઈલેન્ડની પોલીસે કહ્યું કે તમામ એજન્સીઓને કાર્યવાહી માટે એલર્ટ કરી દેવામાં આવી છે
થાઇલેન્ડ મીડિયાએ રોઇટર્સને ટાંકીને જણાવ્યું હતું કે બંદૂકધારીએ આત્મહત્યા કરતા પહેલા તેની પત્ની અને બાળકની હત્યા કરી હતી.