શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 નવેમ્બર 2020 (11:52 IST)

Joe Biden જીતની નિકટ, તેમનુ અમેરિકી રાષ્ટ્રપતિ બનવુ ભારત માટે ફાયદો કરાવશે કે થશે નુકશાન, જાણો એક ક્લિક પર

અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળશે. મતોની ગણતરી હજી ચાલુ છે, પરંતુ જો બાઈને ડોનાલ્ડ ટ્રમ્પની ઉપર 50 ઈલેક્ટોરલ વોટ્સની લીડ લઈ લીધી છે જેની આગળ જવુ હવે ટ્રંપ માટે મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, લગભગ નક્કી થઈ ગયુ છે કે બાઈડેન હવે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે અને કમલા હેરિસ તેમની ડેપ્યુટી રહેશે.  અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી ભારત માટે ખૂબ મહત્વની છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં અમેરિકા સાથે તેના સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. ચીન સાથે લદ્દાખની સરહદ પર તનાવ ભારત અને અમેરિકાને નિકટ લાવ્યા છે. તણાવની સ્થિતિ હજી પણ અકબંધ છે, આવી સ્થિતિમાં નવા રાષ્ટ્રપતિનુ વલણ કેવુ રહે છે જોવાનું રહેશે. બાઈડેનનુ અમેરિકન રાષ્ટ્રપતિ બનવુ સારુ છે કે ખરાબ, તેના કેટલાક સંકેતો થોડા દિવસ પહેલા મળ્યા છે, કેટલાક નિવેદનોથી બાઈડે અને કમલાના ઈરાદાઓ જાણી શકાશે નહીં
 
ભારતનો એક વિભાગ માને છે કે બાઈડેન અને હેરિસ જે રીતે ભારતના જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર અને એનઆરસી-સીએએને લઈને અવાજ ઉઠાવે છે. તેનાથી ભારતને મુશ્કેલી પડી શકે છે. પરંતુ કેટલાક નિવેદનના આધારે બંનેને જજ કરી શકાતા નથી. બાઈડેન દાયકાઓથી વિદેશ નીતિથી સંબંધિત મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે.  આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ છે તે તેઓ સારી રીતે જાણે છે.  નિષ્ણાતોના મતે, બાઈડેન અને ટ્રમ્પ વચ્ચેનો મૂળ તફાવત એ જ છે કે બાઈડેન દૂરદર્શી છે અને ટ્રમ્પ બડબોલા. 
 
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક લેખમાં અમેરિકી પ્રોફેસર સુમિત ગાંગુલી લખે છે કે મોદી સાથે સારા સંબંધ હોવા છતાં ટ્રમ્પે ભારતને અનેક પ્રસંગોએ ફટકો આપ્યો છે. તેમના મતે, બાઈડેન સમજી વિચારીને નિર્ણય લેનારાઓમાંના એક છે, આ કિસ્સામાં તે ભારત માટે વધુ યોગ્ય છે.
 
બઈડેનના રાષ્ટ્રપતિ બનવાથી ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે! 
 
ગાંગુલી પોતાના લેખમાં કહે છે કે ટ્રમ્પે જે રીતે અચાનક અને વિચિત્ર નિર્ણયો લીધા, તેનાથી તેમનો કાર્યકાળ ભારત માટે વધુ ફળદાયક  સાબિત થયો નથી  ગાંગુલીએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવાનો નિર્ણય, H-1B વિઝા રોકવો, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર જેવા ટ્રંપના કેટલાક એવા નિર્ણય ગણાવ્યા જેનાથી  ભારતને નુકસાન પહોંચાડ્યું. ગાંગુલીનું કહેવું છે ટ્રમ્પની નજરમાં ભારત અને યુએસ વચ્ચેના સંબંધો સંપૂર્ણ લેન-દેન પર આધારિત છે.
બાઈડેનના વિચારો આવા નથી. ગાંગુલીના મતે, બાઈડેનની વિદેશ નીતિમાં ટ્રમ્પ કરતા ઘણી વધુ સ્થિરતા જોવા મળશે. . ઉદાહરણ તરીકે, ભારતને એ જાણ કરવી કે  અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી હટાવવામાં આવી રહ્યા છે, અમેરિકા તે દેશને સ્થિર કરવા માટે ભારતની મદદ માંગી શકે છે. એક રાષ્ટ્રપતિ તરીકે, બાઈડેન એ મામલાઓમા અડંગો નાખે એવી શક્યતા ઓછી છે જે રાજનીતિક રૂપે કોઈ માઇનફિલ્ડ જેવા છે. .
 
બાઈડેન નહી બદલે ભારત પ્રત્યે અમેરિકાની નીતિ 
 
બાઇડેન ભારત-પાકિસ્તાન વિવાદ હોય કે ચીન સાથે ચાલી રહેલા તણાવમાં દખલ કરે તેવી આશા ઓછી છે. તેઓ અમેરિકન વિદેશ વિભાગ માટે દાયકાઓ સુધી કામ કરી ચૂકયા છે. આ સિવાય તેઓ ટ્રમ્પથી અલગ તેઓ પોતાના સલાહકારોની વાત સાંભળવા માટે જાણીતા છે. બાઇડેન કોઇપણ એક ઘટના કે મુદ્દાના આધાર પર ભારતના પ્રત્યે અમેરિકન નીતિમાં બદલાવ લાવવાના ઇચ્છુક દેખાતા નથી. આ સિવાય પ્રવાસીઓને લઇ પણ બાઇડેનનું વલણ નરમ છે જ્યારે ટ્રમ્પ કેટલાંય મોકા પર ખુલીને વીઝા પર લિમિટ લગાવાની વાત કરી ચૂકયા છે. ટ્રમ્પે સાધારણ સ્તરે ભારત સાથે ધંધો ચાલુ રાખ્યો હતો. બાઇડેન આમ કરે તેવી આશા ઓછી છે.
 
ભારતને ‘નેચરલ પાર્ટનર’ તરીકે જુએ છે બાઇડેન
 
ડેમોક્રેટ પ્રશાસનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઇ શકે છે. ટ્રમ્પે જે રીતે ચીનને લઇ મોરચો ખોલ્યો હતો તેનાથી પર્સેપ્શન બેટલમાં ભારતને ફાયદો થયો પરંતુ તેનાથી ભારતને લઇ અમેરિકાને અનુસરવાની વાત થવા લાગી. પાકિસ્તાનને લઇ ટ્રમ્પ પ્રશાસનને પહેલાં કડકાઇ દેખાડી પરંતુ અફઘાનિસ્તાનમાં વાતચીતમાં તેની આગળ ઝૂકી ગયું. બાઇડેન કહે છે કે દક્ષિણ એશિયામાં આતંક પર કોઇ સમજૂતી થશે નહીં. બાઇડેને પહેલાં જ ભારત અને અમેરિકામાં ભારતીય-અમેરિકનો માટે વિસ્તૃત એજન્ડા રજૂ કર્યો હતો. કાશ્મીરને લઇ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર એ ભારતના હોશ ઉડાડી દીધા હતા. બાઇડેન કાશ્મીરને લઇ અવાજ ઉઠાવતા રહ્યા પરંતુ તેમને ચૂંટણી સ્ટંટ પણ કહી શકાય છે. કાશ્મીર પર નિવેદન આપ્યાની બરાબર ત્યારબાદ જ તેમણે એક સંદેશમાં ભારતને ‘નેચરલ પાર્ટનર’ ગણાવ્યું હતું. બાઇડેન એ કહ્યું હતું કે જો તેઓ ચૂંટાઇ આવે છે તો બંને દેશોની વચ્ચે સંબંધોને મજબૂત કરવા તેમની પ્રાયોરિટી યાદીમાં ઉપર રહેશે.
 
પહેલાથી જ ભારતના પક્ષમાં ઉભા રહ્યા છે બાઈડેન 
 
બઈડેનનુ માનવુ છે કે ભારત અને અમેરિકાએ નેચરલ સહયોગી હોવુ જઓઈએ. તેમના પહેલા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ રહી ચુકેલ બરાક ઓબામાના દિવસોમાં બંને વચ્ચે સંબંધ ખાસા સારા બન્યા હતા. 2006માં બાઈડેને સીનેટર તરીકેના પોતાના એજંડામાં જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે એક દિવસ ભારત અને
અમેરિકા બે  સૌથી નિકટના દેશો હશે. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર થવા જઇ રહ્યો હતો, ત્યારે બાઈડેને અન્ય ડેમોક્રેટ્સને આ ડીલનુ સમર્થન કરવાનુ કહ્યુ હતુ. સીએએ-એનઆરસી પર તેમના નિવેદનોને સંદર્ભ સાથે જોવાની જરૂર છે.