શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 8 એપ્રિલ 2023 (10:55 IST)

Marriage Fact: યુવકે 32 વર્ષમાં 100 લગ્ન કર્યા અને બન્યો 14 દેશોનો જમાઈ

marriage
Marriage Fact : વિશ્વમાં વિચિત્ર માણસોની કોઈ કમી નથી. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા આવા લોકોની વાતો સામે આવે છે, ત્યારે દરેક તેને વાંચીને દંગ રહી જાય છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આવી જ એક વ્યક્તિની કહાની શેર કરી છે.
 
જેના નામે દુનિયામાં સૌથી વધુ લગ્ન કરવાનો રેકોર્ડ છે. આ વ્યક્તિએ 30 વર્ષમાં એક, બે નહીં, પરંતુ 105 મહિલાઓ સાથે લગ્ન કર્યા, તે પણ છૂટાછેડા લીધા વિના.
 
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, જીયોવન્ની વિગલિયોટોએ 100 થી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા, જે 1949 થી 1981 ની વચ્ચે થયા હતા. નવાઈની વાત એ છે કે  જીયોવન્નીએ આ લગ્નો છૂટાછેડા લીધા વગર કર્યા હતા.
 
ગિનીસે ટ્વિટર પર એક વિડિયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં બહુવિવાહ કરનારા જીયોવાન્નીની સ્ટોરી  છે.
 
ગિનીસે આ વીડિયો શેર કર્યો છે
 
105 મહિલાઓના જીવ સાથે રમતા આ માણસને 28 ડિસેમ્બર 1981ના રોજ ફ્લોરિડામાં ટ્રેક કરીને દબોચી લેવામા આવ્યો ત્યારે તેની ઉંમર 53 વર્ષની હતી. એવું કહેવાય છે કે જીયોવન્ની તેનું સાચું નામ નહોતું.
 
પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો કે તે સિસિલી, ઇટાલીનો રહેવાસી છે અને તેનો જન્મ 3 એપ્રિલ 1929ના રોજ થયો હતો. તેણે કહ્યું કે તે નિકોલાઈ પેરુસ્કોવ હતો.
 
પરંતુ તે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હતું. બાદમાં વકીલ દ્વારા જાણવા મળ્યું કે તે ફ્રેડ ઝિપ છે, જેનો જન્મ 3 એપ્રિલ, 1936ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો.
 
14 દેશોની મહિલાઓને બનાવી શિકાર 
 
જીઓવાન્નીની કોઈ પણ પત્ની એકબીજાને ઓળખતી ન હતી. આટલું જ નહીં, તેને જીઓવાન્ની વિશે બહુ ઓછી જાણકારી હતી. રિપોર્ટ્સ અનુસાર આ વ્યક્તિએ અમેરિકાના 27 રાજ્યો અને 14 અન્ય દેશોની મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી.
 
આ માટે તે દરેક વખતે ફેક આઈડીનો ઉપયોગ કરતો હતો. લગ્ન બાદ આ વ્યક્તિ તેની પત્નીના પૈસા અને કીમતી ચીજવસ્તુઓ લઈને રફુચક્કર થઈ જતો હ હતો.  
 
આ રીતે મહિલાઓને છેતરી 
 
ગિનીસ રિપોર્ટ અનુસાર, આ ઢોંગી તેની પત્નીઓને એવુ  કહીને છેતરતો હતો કે તે ખૂબ દૂર રહે છે, તેથી તેઓએ સામાન લઈને તેની પાસે આવવું પડશે.
 
આ પછી, યોજના મુજબ  તે ટ્રકમાં માલ ભરીને ત્યાંથી ગાયબ થઈ જતો હતો. પોલીસના હાથે ઝડપાયા બાદ તેણે જણાવ્યું કે તે આ વસ્તુઓ ચોર બજારમાં વેચતો હતો. આ પછી તે બીજી સ્ત્રીનો શિકાર કરવા જતો.