Minas in southeastern Brazil- બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 37 લોકોના કરૂણ મોત થયા હતા
દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં શનિવારે વહેલી સવારે બસ અને ટ્રકની ટક્કરમાં 37 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેઓને ટીઓફિલો ઓટ્ટોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગે જણાવ્યું કે બસ સાઓ પાઉલોથી નીકળી હતી અને તેમાં 45 મુસાફરો હતા. અધિકારીઓએ જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે બસ કાબૂ બહાર ગઈ અને ટ્રક સાથે અથડાઈ. ફાયર વિભાગના લેફ્ટનન્ટ એલોન્સોએ જણાવ્યું કે રેસ્ક્યુ ટીમના જવાનો અકસ્માત સ્થળે હાજર છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે હજુ ઘણા પીડિતોને બચાવવાના બાકી છે.