રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (14:46 IST)

પાકિસ્તાને બીજા દિવસે પણ રોકી સમજૌતા એક્સપ્રેસ, પાકિસ્તાની મુસાફરો બોર્ડર પર અટવાયા

પુલવામા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તનાવ વચ્ચે પાકિતાને સતત બીજા દિવસે બંને દેશ વચ્ચે ચાલનારી સમજૌતા એક્સપ્રેસ ટ્રેંસ સર્વિસ રોકી દીધી છે. 
 
આ સેવા આ સંબંધમાં આગામી નોટિસ રજુ કરવા સુધી બંધ રહેશે.  એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે કે આ ટ્રેન લાહોરથી સોમવાર અને ગુરૂવારે રવાના થાય છે. 
 
એક ખાનગી ટીવી ચેનલના રેલ પ્રધિકારીઓના હવાલાથી ગુરૂવારે જણાવ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી એક્સપ્રેસ રેલ સેવાને આગામી નોટિસ રજુ થતા સુધી રોકવામાં અવી છે. 
 
અઠવાડિયામાં બે વાર ચાલનારી આ ટ્રેન દ્વારા લાહોરથી 16 મુસાફરોને રવાના થવાનુ હતુ. કરાંચીથી આ ટ્રેનની યાત્રા શરૂ થઈ પણ આ લાહોર રેલવે સ્ટેશન પર અટકી ગઈ. 
 
બીજી બાજુ એવા સમાચાર છે કે પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે ગેટ ખોલ્યા નથી. અટારી બોર્ડર પર 27 પાકિસ્તાની નાગરિક ફસાયા છે. 
 
સમજૂતી એક્સપ્રેસમાં છ સ્લીપર ડબ્બા અને એક એસી 3 ટિયર કોચ છે. આ રેલ સેવાની શરૂઆત શિમલા સમજૂતી હેઠળ 22 જુલાઈ 1976ના રોજ કરવામાં આવી હતી. 
 
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પુલવામાં આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે. પુલવામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી પ્રશિક્ષણ શિબિર પર હવાઈ હુમલો  કર્યો હતો. આ અભિયાનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.