રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 7 જાન્યુઆરી 2019 (13:20 IST)

શિક્ષકે ફેસબુક પર સ્ટુડેંટ્સને કહ્યુ 'બંદર" અને શાળાએ લીધી આ એક્શન

અમેરિકાના એક પ્રાથમિક શાળાની શિક્ષિકાને પગાર સાથે રજા પર મોકલી દેવામાં આવી છે. શિક્ષિકાએ એક ફેસબુક પોસ્ટમાં પોતાના વિદ્યાર્થીઓની તુલના વાંદરા સાથે કરી હતી. જ્યારબાદ તેણે રજા પર મોકલી દેવામા આવી છે.   અરકાંસાસ ડેમોકેટ ગઝેટની રિપોર્ટ મુજબ શિયાળાની રજાઓ પછી શાળા ફરી શરૂ થતા વોટસન એલિમેંટરી શાળાની શિક્ષિકાએ ફેસબુક પર લખ્યુ.. "મેરે ચિડિયા ઘર કે બંદર આજ વાપસ લૌટ આયે"  
 
તેમણે કહ્યુ, "હુ થાકી ગઈ છુ. વાંદરાઓને ફરીથી પ્રશિક્ષિત કરવા મુશ્કેલ છે." આ પોસ્ટને પછી ડિલિટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ અરકાન્સાસમાં લિટિક રૉક જીલ્લાની પ્રવક્તા પામેલા સ્મિથે ચોખવટ કરી કે એ જ પોસ્ટને કારણે શિક્ષિકાને રજા પર મોકલવી પડી. મામલાની આગળ તાપસ ચાલી રહી છે. 
 
એક નિવેદનમાં પ્રવક્તાએ કહ્યુ કે જીલ્લામાં આ મામલાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે.  નિવેદનમાં કહેવામાં આવ્યુ કે જેવી અમને આ ઘટના વિશે માહિતી મળી, જીલ્લાએ તેને કાર્મિક મામલો બતાવતા તત્કાલ યોગ્ય પગલા લેવા શરૂ કર્યા.