શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (18:37 IST)

Afghanistan: અફગાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બની શકે છે તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર

અફગાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે જ નવા રાષ્ટ્રપતિના નામને લઈને સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ સીએનએન-ન્યૂઝ18ના સમાચાર મુજબ સૂત્રોએ જણાવ્યુ કે તાલિબાનના મુલ્લા ગની બરાદર (Mullah Abdul Ghani Baradar) ને અફગાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવાની શક્યતા છે. 
 
 લગભગ વીસ વર્ષની લાંબી લડાઈ પછી અમેરિકી સેનાના અફગાનિસ્તાનથી નીકળવાના થોડાક જ દિવસની અંદર લગભગ આખા દેશ પર ફરીથી તાલિબાનનો કબજો થઈ ગયો છે.  બીજી બાજુ અફગાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા પછી પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન જતા રહ્યા છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહએ પણ અફગાનિસ્તાન છોડી દીધુ છે. 
 
આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ ફુટેજમાં તાલિબાનના લડાકાનો એક મોટો સમૂહ રાજઘાની કાબુલમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનની અંદર દેખાય રહ્યો છે. 
 
રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો 
 
આ દરમિયાન તાલિબાન કમાન્ડરોનું કહેવું છે કે તેમણે રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનના ઉપ નેતા મુલ્લા બરાદરનું કહેવું છે કે તેમને ક્યારેય વિચાર્યુ નહોતુ કે તેઓ આ રીતે જીતી જશે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ હવે જોવાનુ એ રહેશે કે તાલિબાનને જોવામાં આવશે કે તેઓ રાષ્ટ્રની સુરક્ષા અને કલ્યાણ કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે
 
સાથે જ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે લૂટ અને અરાજકતાને રોકવા માટે તેમની સેના કાબુલ, અફગાનિસ્તાન અને એ ચોકીઓ પર કબજો કરશે જેમણે સુરક્ષા દળો દ્વારા ખાલી કરાવી લેવામાં આવ્યા છે. સાથે જ તેમણે લોકોને કહ્યુ કે તેઓ શહેરમાં પ્રવેશ કરતા ગભરાય નહી.