ટ્રંપે જે કહ્યુ એ કરી બતાવ્યુ, PAKને 255 મિલિયન ડોલરની સૈન્ય મદદ રોકી
ટ્રમ્પે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવાની જાહેરાત કરી છે. આતંકને શરણ આપનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મોરચે દરેક બાજુથી ધિક્કાર મળી રહી છે. હવે પરિસ્થિતિ એ છે કે તેનો સૌથી મોટો મદદગાર અને દુનિયાનો સૌથી તાકતવર દેશ અમેરિકા પણ તેને સહન કરવા તૈયાર નથી. અહી સુધી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહી દીધુ છેકે આંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને કોઈ આર્થિક મદદ નહી મળે. કારણ કે તેણે અત્યાર સુધી આતંકવાદ વિરુદ્ધ કોઈ ઠોસ પગલા ઉઠાવ્યા નથી. પોતાના આ નિવેદન પછી અમેરિકાએ પણ એક્શન પણ લઈ બતાવી છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવનારી 255 મિલિયન ડોલરની સૈન્ય મદદ પર રોક લગાવી દીધી છે.
આમ તો ભારત વિભાજન પછી અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાનને તેના બંધનથી જ અમેરિકા મદદ આપતુ આવી રહ્યુ છે. પણ 2001માં અમેરિકા પર આતંકવાદી હુમલો કર્યા પછી યૂએસે પાકિસ્તાનને મદદનો ભંડાર ખોલી દીધો. અમેરિકાના એક રિસર્ચ થિંક ટ્રૈક સેટર ફૉર ગ્લોબલ ડેવલોપમેંટ (CGD) ની રિપોર્ટમાં બતાવ્યુ છે કે 1951થી લઈને 2011 સુધી જુદા જુદા મુદ્દા પર અમેરિકાએ પાકિસ્તાનને 67 મિલિયન અમેરિકી ડોલરની મદદ કરી છે.
ટ્રમ્પે ટ્વીટ કરી હતી, અમેરિકાએ મૂરખની માફક પાકિસ્તાનને 15 વર્ષ દરમિયાન 33 બિલિયન ડોલર એટલે કે, 2 લાખ કરોડ રૂપિયાથી વધુની મદદ કરી. જેની સામે તેઓએ અમેરિકાને માત્ર જૂઠ અને છેતરપિંડી જ કરી. તેઓ અમારાં લીડર્સને બેવકૂફ સમજી રહ્યા છે. પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપ્યો, જેને અમે અફધાનિસ્તાનમાં શોધી રહ્યા હતા. આ બધું હવે વધુ નહીં.
9/11 ના હુમલા પછી પાકિસ્તાનને અમેરિકી મદદ (અમેરિકી ડોલરમાં)
2002- 2 બિલિયન
2003- 1.3 બિલિયન
2004- 1.1 બિલિયન
2005- 1.7 બિલિયન
2006- 1.8 બિલિયન
2007- 1.7 બિલિયન
2008- 2.1 બિલિયન
2009- 3.1 બિલિયન
2010- 4.5 બિલિયન
2011- 3.6 બિલિયન
2012- 2.6 બિલિયન
2013- 2.3 બિલિયન
2014- 1.2 બિલિયન