સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (11:44 IST)

પાકિસ્તાનની જેલમાં રહેલા ૧૪૬ માછીમારોને મુક્ત કરાયા

પાકિસ્તાન મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા ભારતની દરિયાઈ સીમામાં ઘુસી ભારતીય માછીમારોનું અપહરણ તેને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે. આવા પાકિસ્તાનની જેલમાં રહેલા ૧૪૬ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી પાકિસ્તાન દ્વારા આજે મુક્ત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર પાકિસ્તાન દ્વારા એક દિવસ વહેલા ગઈ કાલે મુક્ત કરી દેવાતા આ ૧૪૬ ભારતીય માછીમારો આજે વાઘા બોર્ડર આવી પહોચશે અને કાલે વડોદરા આવી પહોચશે. પોરબંદર માછીમાર બોટ એસોશીએશનાં પ્રમુખ ભરત મોદીના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા ભારતીય માછીમારોમાથી ૨૯૧ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય તાજેતરમાં પાકિસ્તાનની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

જે પૈકી ૧૪૫ માછીમારોને આજે મુક્ત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર એક દિવસ વહેલા ગઈ કાલેજ તેને મુક્ત કરી દેવાતા તેમને આજે વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. અને બાદમાં આ મુક્ત થયેલા માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે આવતી કાલે વડોદરા પહોચી આવશે. અને ત્યાંથી આ માછીમાર આગામી બીજી તારીખે માદરેવતન વેરાવળ પહોંચશે. જેને માદરેવતન લાવવા માટે ફીશરીઝ વિભાગના અધિકારીઓની એક ટીમ જપાન વાઘા બોર્ડર જવા રવાના થઈ હોવાનું પણ જાણવા મળેલ છે. પાકિસ્તાનની જેલમાં બંધક બનાવેલ ભારતીય માછીમારો પૈકી ૧૪૫ જેટલા માછીમારોને પ્રથમ તબક્કામાં મુક્ત કર્યા છે. જયારે બીજા તબ્બકામાં આગામી તારીખ ૮ જન્યુઅરિએ ૧૪૬ માછીમારોને મુખ્ત કરવામાં આવશે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના 118, દ્વારકા જિલ્લાના 8, જામનગર જિલ્લાના 1, સુરત 1, ઉત્તર પ્રદેશ 3, દીવ 10, બિહારના 1 સહિતનો જિલ્લાના એક માછીમારનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા ભારતીય માછીમારોને પાકિસ્તાનની એ.જી.ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પાચ પાચ હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હોવાનું પોરબંદર માછીમાર બોટ એશોશીએશનનાં પ્રમુખ ભારત મોદીએ જણાવ્યું હતું.