1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રૂસ (Russia) , મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:59 IST)

Russia: બે જહાજમાં આગ લાગવાથી 11ના મોત, ચાલકદળમાં 11 ભારતીય

રૂસ (Russia) થીથી ક્રીમિયાને જુદુ કરનારા કેર્ચ જલડમરુમધ્ય (Kerch Strait)માં બે જહાજોમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોનુ મોત થએ ગયુ. મીડિયામાં મંગળવારે આવેલ સમાચાર મુજબ આ પોતોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક હતા. 
 
આ આગ રૂસી સીમાના જળક્ષેત્ર પાસે સોમવારે લાગી હતી. બંને જહાજ પર તંજાનિયાનો ધ્વજ લહેરાય રહ્યો હતો. તેમાથી એક તરલીકૃત પ્રાકૃતિક ગેસ લઈને જઈ રહ્યો હતો જ્યાર એકે બીજી ટેંકર હતી. આ આગ ત્યારે લાગી જ્યારે બંને જહાજ એકબીજામાંથી ઈંધણનુ સ્થાનાંતર કરી રહી હતી. 
 
રૂસી સંવાદ સમિતિ તાસે સમુદ્રી અધિકારીઓના હવાલાથી જણાવ્યુ કે તેમાથી એક જહાજ કૈંડીમાં ચાલક દળના 17 સભ્યો હાજર હતા. જેમાથી નવ તુર્કી નાગરિક અને આઠ ભારતીય નાગરિક હતા. બીજા પોત માઈસ્ટ્રોમાં સાત તુર્કી નાગરિક, સાત ભારતીય નાગરિક અને લીબિયાના એક ઈંટર્ન સહિત ચાલક દળના 15 સભ્યો સવાર હતા. 
 
રૂસી ટેલિવિઝન ચેનલ આરટી ન્યૂઝે રૂસી સમુદ્રી એજંસીના હવાલાથી જણાવ્યુ કે ઓછામાં ઓછા 11 નાવિકોના મોત થયા છે. એજંસીના પ્રવક્તાએ જણાવ્યુ, એવુ માનવામાં આવી રહ્યુ છે કે એક વિસ્ફોટ થયો. પછી આ આગ બીજા જહાજમાં પણ ફેલાઈ ગઈ. બચાવ નૌકા પહોચી રહી છે. પ્રવક્તાએ જણાવ્યુ કે લગભગ ત્રણ ડઝન નાવિક નાવડીમાંથી કુદીને નીકળવામાં સફળ થયા.