1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 જાન્યુઆરી 2020 (10:47 IST)

ઈરાનની રાજધાની પાસે 180 મુસાફર સાથે યૂક્રેનનું વિમાન ક્રૅશ

ઈરાનની રાજધાની તહેરાન પાસે 180 મુસાફર અને ક્રૂ-મેમ્બર સાથે યૂક્રેનનું વિમાન ક્રૅશ થયું છે. ઈરાનની ફારસ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન બૉઇંગ-737 હતું, જોકે ઍરલાઇન કંપનીનું નામ જાહેર નથી કરાયું.
 
ઇમામ ખોમનેઈ ઍરપોર્ટ સિટી કંપનીના જણાવ્યા પ્રમાણે, "વિમાન રાજધાનીથી 60 કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું."
 
કંપનીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "ઉડ્ડાણની ગણતરીની મિનિટો બાદ જ ટેકનિકલ કારણોસર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું."
 
વિમાન યૂક્રેનની રાજધાની કિવ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
 
રાહત અને બચાવ દળો ઘટનાસ્થળે જવા માટે રવાના કરી દેવાયા છે.
 
કાસિમ સુલેમાની : અમેરિકાના ઍરબેઝ પર ઈરાનનો હુમલો, ક્રૂડઑઈલનાં ભાવ ઉછળ્યા
 
આ દુર્ઘટના અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષને કોઈ સંબંધ છે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી થયું.
 
બીજી બાજુ, અમેરિકાએ ઈરાક, ઈરાન અને મધ્યપૂર્વમાં તેની ઉડ્ડાણો અટકાવી દીધી છે.
 
અન્ય દેશો પણ અમેરિકાની ફેડરલ ઍવિએશન એજન્સી દ્વારા આપવામાં આવેલી સલાહના આધારે પોતાના રૂટ બદલાવે તેવી શક્યતા છે.
 
ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે ભારતીયોને જરૂર ન હોય તો ઈરાકનો પ્રવાસ નહીં ખેડવાની સૂચના આપી છે.
 
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ભારતને કેટલી ખરાબ અસર થાય?