રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , બુધવાર, 23 નવેમ્બર 2016 (15:04 IST)

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકને જોરદાર નુકશાન, 11ના મોત

પાકિસ્તાન સેના દ્વારા માછિલમાં ત્રણ શહીદ ભારતીય જવાનોના શબ સાથે કરવામાં આવેલ બર્બરતાથી ક્રોધિત ભારતીય સેનાએ પાકિસ્તાનને આ કાયર હરકતનો કરારો જવાબ આપ્યો છે.  જવાબી કાર્યવાહીના હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકિયોને નિશાન બનાવતા ભારે હથિયારોથી ગોળીબારી કરી છે. આ કાર્યવાહીમાં સીમા પાર જોરદાર નુકશાન થયુ છે. જેની ચોખવટ ખુદ પાકિસ્તાનના એક અંગ્રેજી છાપાએ કરી છે. 
 
પાકિસ્તાની છાપુ ધ ડોન મુજબ ભારતે લવાત એરિયામાં બુધવારે ફાયરિંગ કરી. મોર્ટાર પણ છોડ્યા. આ દરમિયાન એક બસ પણ તેની ચપેટમાં આવી ગઈ. જેમા 11 લોકોના મોત થઈ ગયા અને 11 અન્ય ઘાયલ થઈ ગયા. આ અગાઉ પાકિસ્તાને બુધવારે સવારે પાંચ સ્થાન પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કર્યુ. જો કે અત્યાર સુધી આ ફાયરિંગમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. પાકિસ્તાની વેબસાઈટ ધ ડોન મુજબ. 
 
ભારતીય સેનાની આ કાર્યવાહીની માહિતી આપતા ઉત્તરી કમાંડના બ્રિગેડિયર એક ગોત્રાએ જણાવ્યુ કે પાક સૈનિકો દ્વારા એક ભારતીય જવાનનુ માથુ કાપવાની કાયરતા ભરી હરકત પછી ભારતે પણ જોરદાર કાર્યવાહી કરી છે.  આ કાર્યવાહી સીમા પાસે આવેલ માછેલ સેક્ટરમાં કરવામાં આવી છે. સેનાના પીઆરઓ મનીષ મેહતા મુજબ પાકિસ્તાને એલઓસી પાસે ભિંબેર ગલી, કૃષ્ણા ઘાટી અને નૌશહરા સેક્ટરમાં ગોળીબારી કરી હતી. 
 
આ દરમિયાન ત્રણ ભારતીય જવાબ શહીદ થઈ ગયા હતા. જેમા એક જવાનનુ પાક સૈનિકોએ માથુ કાપીને પણ તેની સાથે બર્બરતા કરી હતી. બે મહિનામાં આ બીજીવાર છે જ્યારે પાક સૈનિકોએ આ રીતે કાયરતા ભરી હરકત કરી હોય.  ત્યારબાદથી જ ભારતીય જવાનોમાં આક્રોશ છે. સરકારે પણ આનો બદલો લેવાની ખુલ્લી છૂટ સૈનિકોને આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે લોકોને પોતાની સેના પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.