રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 27 જૂન 2016 (16:20 IST)

જમીનનો રેકોર્ડ ડીઝીટીલાઇઝેશન કરાશે

રાજ્યમાં ૧૦૦ વર્ષ બાદ તમામ જમીનોનો રી સર્વે કરાઈ રહ્યો છે. બ્રિટેન શાસનકાળમાં થયેલ સર્વે બાદ પ્રથમ વખત ગુજરાતની જમીનનો નવેસરથી સર્વે થઈ રહ્યો છે. લેન્ડ રીફોર્મ્સ અને મહેસુલી કાયદામાં થયેલ સુધારાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલ આ રી સર્વે દરમિયાન  રાજ્યમાં મહેસુલી કેસોમાં ઘટાડો થશે તેવી આશા રખાઈ રહી છે.

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મહેસુલી કાયદા અને વિવાદ પ્રક્રિયા અંગેની આજે દ્વિતીય વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના જરુરી સુધારા તેમજ વહીવટી કામકાજમાં સંકલન સહિતના મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં રી સર્વેની કામગીરી પર પણ ચર્ચા થઈ હતી. આ પ્રસંગે ગુજરાત લો કમિશનના ચેરમેન જસ્ટિસ એમબી શાહે જણાવ્યુ હતું કે, કાયદાનો અમલ માનવીય અભિગમ સાથે કરવાની જરુર છે. એકબાજુ જમીનોના ભાવ વધ્યા છે, એટલે ખેડૂતો જમીન વેચવા પ્રેરાય છે. માટે તેમના માટે ઈન્સેન્ટિવ જાહેર કરવાની જરુર છે.

 સાથે જ રાજ્યના અગરીયાઓને પણ સરકારી રક્ષણ આપવાની જરુર છે. બીજીબાજુ ચીફ જસ્ટીસ આર સુભાષ રેડ્ડીએ પણ જણાવ્યુ હતું કે, મહેસુલી કાયદામાં સુધારાની જરુરીયાતો અંગે તેમણે સુચન કર્યા છે. જેમાં રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રીના રજીસ્ટ્રેશનની જરુરીયાત હોવાનું તેમણે ભારપુર્વક જણાવ્યુ હતું. તેમજ સાથે તેમણે તમામ રેકોર્ડનું ડિઝીટીલાઈજેશન કરીને ઈ લીંક કરવા માટે પણ તેમણે સરકારને સુચન કર્યુ છે. રાજ્યની હાઈકોર્ટે મહેસુલ વિવાદને લગતા ૬૦થી ૭૦ ટકા કેસો ટાળી શકાય તેવા હોવાનુ જણાવી, આ કેસો થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.