સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 15 ઑગસ્ટ 2022 (15:59 IST)

રાંધણ છઠ સ્પેશલ - સ્વાદિષ્ટ મેથીના થેપલા

methi thepla
સામગ્રી- લોટ 1 કપ ચણાનો લોટ 1/2 કપ ,સમારેલી મેથી 1- કપ , લાલમરચાનો પાવડર  1 નાની  ચમચી,બે ચમચી દહી, 1 ચમચી ખાંડ, અડચી ચમચી વરિયાળી અને અજમો, તલ, મીઠું સ્વાદપ્રમાણે, તેલ
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો  પાવડર  ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, તલ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી  દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો. 
 
નોંધ - તમે ચણાના લોટને બદલે બાજરીનો લોટ પણ લઈ શકો છો.  આ પ્રમાણ બે લોકો માટે લગભગ 5-6 થેપલાનું છે.. તમે તમારી જરૂરિયાત મુજબ અંદાજ લઈ શકો છો.