શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (18:31 IST)

વાવાઝોડુ જખૌથી હવે માત્ર 70 કિ.મી દૂર, પોર્ટ લોકો તેમજ મીડિયા કર્મીઓ માટે પણ બંધ કરાયો

Cyclone Biporjoy Effect
કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની અસર વધી રહી છે જેને લીધે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે.

વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે.સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.માંડવી બીચ પર દરિયામાં તોફાન જોવા મળ્યા છે. બીપરજોય વાવાઝોડાની વિનાશક અસર વચ્ચે દરિયાની સપાટી બમણી થઈ છે. દરિયાના મોજા કિનારા નજીક ફૂડ સ્ટોલ સુધી પહોંચ્યા છે. બીચ પર સ્ટોલ અને શેડ સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે. પોલીસે માંડવી બીચ તમામ માટે બંધ કરી દીધો છે. પોલીસ સુરક્ષા અને મીડિયા કર્મચારીઓને પણ હાલ માટે બીચ પરથી રોકી દેવામાં આવ્યા છે.ભારતીય હવામાન વિભાગ એ ટ્વિટ કરીને જાણકારી આપે છે કે, બિપરજોય વાવાઝોડું હવે જખૌ પોર્ટથી 80 કિમી અને દ્વારકાથી 130 કિમી દૂર છે.વાવાઝોડાની અસરના પગલે જિલ્લામાં ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થયાં છે. કચ્છમાં જિલ્લામાં 22 જેટલા પોલ તો 2 જેટલા ટ્રાન્સફોર્મરમાં નુકસાન થયું છે . ભારે પવનના કારણે વાયર પર વૃક્ષો પડતાં વીજપોલ ધરાશાયી થઈ રહ્યા છે.