1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 11 જુલાઈ 2018 (12:23 IST)

શુ આપ જાણો છો કેળાના છાલટાના ફાયદા ?

ફળ આપણી હેલ્થ માટે ખૂબ લાભકારી  હોય છે. કેળાની વાત કરીએ તો આ આપણી હેલ્થ માટે લાભકારી છે. પણ શુ તમે જાણો છો કે કેળાના છાલટા પણ આપણને અનેક રીતે કામ આવી શકે છે. આવો જાણીએ કેળાના છાલટાના ફાયદા.. 
 
1. તેને અંદરની તરફથી સ્કિન પર ઘસવાથી ઈરિટેશન અને ખંજવાળથી રાહત મળે છે. 
2. અંદરની તરફથી કેળાના છાલટાથી ચેહરાની મસાજ કરો. પછી પાણીથી ધોઈ નાખો. ખીલ દૂર થશે. 
3. રાત્રે સૂતા પહેલા અંદરની તરફથી કેળાના છાલટાને મસ્સાની ઉપર બૈડેંજ દ્વારા ચોંટાડી દો. સવારે તેને કાઢી લો. આવુ થોડી રાત સુધી કરવાથી મસ્સો ઠીક થઈ જશે. 
4. ઈંડાની જર્દીમાં કેળાના છાલટાનુ પેસ્ટ લગાવો. તૈયાર પેસ્ટને ચેહરા પર લગાવો. ત્વચાનો રંગ સાફ થશે અને સ્કિન ગ્લો કરશે. 
5. કેળાના છાલટા પર સરસિયાનુ તેલ લગાવીને દુખાવા પર ઘસો. દુખાવાથી રાહત મળશે. 
6. કેળાના છાલટાને દાંત પર રગડવાથી દાંત સફેદ અને ચમદાર થાય છે. 
7. કોઈ નાના મોટા કીડા કરડી લે તો કરડેલા સ્થાન પર કેળાનુ છાલટુ થોડીવાર સુધી મુકવાથી દુખાવો અને બળતરામાં રાહત મળે છે. 
8. થોડીવાર માટે કેળાના છાલટા આંખો પર મુકવાથી આંખોને ઠંડક મળશે. 
9. સોરાઈસિસ થતા કેળાના છાલટાને વાટીને લગાવો. તેનાથી દાગ પણ જતા રહે છે અને આરામ મળે છે.