બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (14:29 IST)

દુલ્હનએ પાર્ટીમાં વગાડાવ્યો ઉત્તેજન ગીત, વરરાજાએ લગ્ન કરતા જ તલાક આપ્યુ

ભારતમાં જ નહી પણ બધા દેશોમાં લગ્નના ઘણા અજબ-ગજબ કિસ્સા સામે આવતા રહે છે અને  તે વાયરલ થઈ જાય છે. ઘણી વાર આ બાબતો ફની હોય છે તો ઘણી ગંભાર ઘટનાઓ સામે આવે છે. આવુ જ એક બનાવ બગદાદથી સામે આવ્યુ છે જ્યાં લગ્નના સમયે વરરાજાએ વધુને તલાક આપી દીધુ. વધુની ભૂલ આટલી જ હતી કે તેણે લગ્ન પછી થઈ રહી પાર્ટીમાં એક ગીત વગાડ્યુ અને આ ગીત વરરાજાને પસંદ નહી આવ્યો. 
 
હકીકતમાં આ ઘટના ઈરાકના બગદાદની છે. એક રિપોર્ટ પ્રમાણે અહીં લગ્ન પૂર્ણ થયુ. આ દરમિયાન વર અને વધુના ઘણા સંબંધીઓ ત્યાં હાજર હતા. આ વચ્ચે ત્યાં ડીજે વાગી રહ્યુ હતુ. વધુ ત્યાં ગઈ અને તેણે એક ગીત વગાડ્યો. રિપોર્ટ મુજબ દુલ્હનએ એક સીરિયાઈ ગીત વગાડ્યુ જે ખૂબ ઉત્તેજન જણાવાયુૢ 
 
આ ગીત સાંભળતા જ બધા લોકો ચોંકી ગયા. વરરાજાને પણ આ સીરિયાઈ ગીતે પસંદ ન આવ્યુ. હદ તો ત્યારે થઈ જ્યારે વરરાજાએ જોયુ કે દુલ્હન આ ગીત પર ડાંસ પણ કરી રહી છે. પહેલા તો દુલ્હનને ત્યા હાજર લોકોએ રોકાયો પણ ત્યારબાદ વર અને વધુમાં વિવાદ થયો. આ વિવાદ આટલુ વધી ગયો કે વરરાજાએ વધુને ત્યાં જ તાલક આપી દીધું. 
 
રિપોર્ટમાં આ ગીતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે સીરિયન ગીત હતું જે 'મેસાયતારા' તરીકે ઓળખાય છે. આ ગીતનો અર્થ છે 'હું પ્રબળ છું' અથવા 'હું તને નિયંત્રિત કરીશ'. આ ગીતે વરરાજાને એટલો હર્ટ કર્યો કે તેણે લગ્નમંડપમાં જ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.હાલમાં આ છૂટાછેડા ચર્ચામાં છે. તેને 2022ના સૌથી ઝડપી છૂટાછેડા કહેવામાં આવી રહ્યા છે.