ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. અંતરિમ બજેટ
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (11:03 IST)

Stock Marke Updates: બજેટના દિવસે બજારમાં હલચલ, સેંસેક્સ 120 અંક વધ્યો, Paytmમાં લાગ્યો 20% લોઅર સર્કિટ

Stock Market Live Updates, Sensex Today: ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. મુખ્ય સૂચકાંકો મજબૂત શરૂઆત બાદ હળવા દબાણ સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર સાપ્તાહિક એક્સપાયરી, બજેટ અને ફેડ પોલિસીથી પ્રભાવિત છે. સેન્સેક્સ 71,900 અને નિફ્ટી 21800ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આરબીઆઈની કાર્યવાહીને કારણે પેટીએમના શેર 20 ટકાની નીચી સર્કિટ પર પહોંચી ગયા છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 612 પોઈન્ટ ઘટીને 71,752 પર બંધ થયો હતો.

બજેટ પહેલા શેરબજારની મજબૂત શરૂઆત 
ભારતીય શેરબજારે બજેટ પહેલા મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે 246 પોઇન્ટના વધારા સાથે 71,998.78 પર ખુલ્યો હતો. તે ખુલતાની સાથે જ 72,000ના આંકડાને સ્પર્શી ગયો છે.