રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:47 IST)

Sensex માં 1300 અંકનો ઉછાળો, નિફ્ટી 390 પોઈંટ ચઢીને 11650 પર પહોંચ્યો

શેયર બજારની શરૂઆત આજે પણ જોરદાર વધારા સાથે થઈ. સેંસેક્સ 1331 અંકની તેજી સાથે 39,346.01 પર પહોંચી ગયો. નિફ્ટીએ 392 પોઈંટના વધારા સથે 11,666.35 સ્તરને ક્રોસ કર્યુ. જોકે ઉપરી સ્તર પરથી બંને ઈંડેક્સ નીચે આવી ગયા. પણ સેંસેક્સમાં 700 અને નિફ્ટીમાં 250 અંકનો વધારો કાયમ છે. 
 
સરકારના નિર્ણયોથી રોકાણકારોનો વિશ્વાસ વધશે - એક્સપર્ટ 
 
વિશ્લેષકો મુજબ સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ધટાડવા અને શેયર બજારમાં ટેક્સ સંબંધી રાહતોનુ એલાનની અસર ચાલુ છે. આ એલાન પછી શુક્રવારે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો આવ્યો હતો. કોટક મહિન્દ્રા એએમસીની સીનિયર વાઈસ પ્રેસિડેંટ અને હેડ ઓફ ઈક્વિટી રિસર્ચ, શિવાની કુરિયનનુ કહેવુ છે કે કંપનીઓનો નફો વધારવાના નજરરિયાથી કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવો એક મોટુ પગલુ છે. સરકારના નિર્ણયથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. 
 
લાર્સન એંડ ટુબ્રોમાં 7%ની તેજી 
 
સોમવારે શરૂઆતી વેપારમાં સેંસેક્સના 30માંત્ર્હી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેયરમાં વધારો નોંધવામાં આવ્યો. આઈટીસીના શેયરમાં 8.5% તેજી આવી. બ્રિટાનિયામાં  8% અને એશિયન પેંટ્સમાં 7.5% ઉછાળો આવ્યો. લાર્સન એંડ ટુબ્રોનો શેયર 7% થી વધુ ચઢ્યા. 
 
ઈંફોસિસના શેયર 3% ઘટ્યા 
 
બીજી બાજુ આઈટી કંપનીઓના શેયરમાં વેચવાલીનુ દબાણ જોવા મળ્યુ. ઈંફોસિસ 3% ગબડી ગયો. ટીસીએસમાં 2.5%  ઘટાડો નોંધાયો. ટેક મહિંદ્રાના શેયર 2.2% અને એચસીએલ ટેક 1.9% નીચે આવી ગયા.