શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (17:14 IST)

જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકનાં કારણે મોત,હોસ્ટેલમાં અચાનક જ ઢળી પડી

hearth attack
hearth attack
સૌરાષ્ટ્રમાં યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મોતના બનાવો સતત વધી રહ્યા છે. જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકનાં કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં હાર્ટ એટેક આવતા અચાનક મોત નીપજ્યું છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના રહેવાસી કશીશ સતિષભાઈ પીપળવા કન્યા કેળવણી મંડળમાં BCAમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીનો પરિવાર જામકંડોરણા તાલુકાના જામદાદર ગામમાં રહે છે. કશીશ હાલ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. જે આજે હોસ્ટેલમાં અચાનક જ ઢળી પડી હતી. તે બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ કશીશને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.18 વર્ષીય વિદ્યાર્થિની કશીશના મોતથી પરિજનોમાં શોકની લાગણી છે. મૃતક વિદ્યાર્થીની કશીશને બે વર્ષથી વાલની બીમારી પણ હતી. આ વાલી બીમારીને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની સંભાવના પણ છે