" />
બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2024 (12:38 IST)

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિત શર્માના ઘરે આવ્યા ગુડ ન્યુઝ, બીજીવાર બન્યા પિતા

rohit sharma
ટીમ ઈંડિયા આ સમયે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જો કે ટીમ કપ્તાન રોહિત શર્મા હાલ ભારતમાં જ હાજર છે. તેમના ઘરે એક વાર ફરીથી ખુશીઓ આવી છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે એક પુત્રને જન્મ આપ્યો છે. રોહિત આ જ કારણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ગયા નથી.  આ રોહિત શર્મા અને રિતિકા સજદેહનુ આ બીજુ બાળક છે. આ પહેલા આ બંનેની એક પુત્રી પણ છે. જેનુ નામ સમાયરા છે. રોહિત શર્માન એ લઈને પહેલા જ સમાચાર આવ્યા હતા કે તે કયા કારણથી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા પહોચ્યા નથી.  

જલ્દી ઓસ્ટ્રેલિયા પહોચી શકે છે રોહિત 
 
રોહિત શર્માને લઈને માનવામાં આવી રહ્યુ છે કે તેઓ પોતાના બીજા બાળકના કારણે પહેલી ટેસ્ટ મેચ મિસ કરી શકે છે. જો કે ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચથી લગભગ 6 દિવસ પહેલા તેમની પત્નીએ બાળકને જન્મ આપી દીધો છે. આવામાં રોહિત શર્માની પાસે હવે મુકાબલા માટે ટીમ સાથે જોડવાનો પુરો સમય છે. રોહિત જલ્દી જ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ શકે છે. 
 
ઓસ્ટ્રેલિયામાં જરૂરી છે રોહિત શર્મા 
ટીમ ઈંડિયાના કપ્તાન હોવા ઉપરાંત રોહિત શર્મા પાસે ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ પણ છે. રોહિત શર્મા એક ઓપનર ખેલાડી છે.  આવામાં ટીમ ઈંડિયાને તેમની ખાસ જરૂર પણ છે.  રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયા પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ શ્રેણી રમી રહી છે.  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના દ્રષ્ટિએ આ સીરીઝ ટીમ ઈંડિયા માટે ખૂબ મહત્વની છે.   આવી સ્થિતિમાં રોહિત શર્મા જેટલી જલ્દી ટીમમાં સામેલ થશે તે ભારતીય પ્રશંસકો અને ટીમ માટે સારું રહેશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના નામે ત્રણ અડધી સદી છે. તે હજુ પણ તેની પ્રથમ સદીની શોધમાં છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપને રોહિત શર્મા જલ્દી ટીમ સાથે જોડાવાથી ફાયદો થશે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. રોહિત શર્માના આવવાથી તે ખેલાડીઓ પર રમવાનું વધારે દબાણ નહીં રહે.
 
 
 
 
ઓસ્ટ્રેલિયામાં જરૂરી છે
 રોહિત શર્મા  
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવા ઉપરાંત રોહિત શર્મા પાસે ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ પણ છે. રોહિત શર્મા ઓપનર ખેલાડી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને તેની ખાસ જરૂર છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના દૃષ્ટિકોણથી ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા જેટલી જલ્દી ટીમમાં સામેલ થશે તે ભારતીય પ્રશંસકો અને ટીમ માટે સારું રહેશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના નામે ત્રણ અડધી સદી છે. તે હજુ પણ તેની પ્રથમ સદીની શોધમાં છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપને રોહિત શર્મા જલ્દી ટીમ સાથે જોડાવાથી ફાયદો થશે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. રોહિત શર્માના આવવાથી તે ખેલાડીઓ પર રમવાનું વધારે દબાણ નહીં રહે.