મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 જૂન 2023 (12:24 IST)

Rain Update- આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

rain
આજે સૌરાષ્ટ્ર,કચ્છમાં પણ હળવો વરસાદ થઈ શકે
2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે
વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે
26, 27 જૂન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 

 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  10 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની  આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.  કેટલીક જગ્યાઓએ પુરની સ્થિતી સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદમાં વહેલી સવારે મેઘરાજાની એન્ટ્રી: વેજલપુર, વસ્ત્રાપુર, બોડકદેવ વિસ્તારમાં ધીમીધરે વરસાદ