રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 26 એપ્રિલ 2018 (10:57 IST)

કોહલી ને હરાવ્યા પછી બોલ્યા ધોની - મુશ્કેલ હતુ જીતવુ પણ...

રોમાંચક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેંજર્સ બેંગલુરુને 5 વિકેટથી કરારી માત આપી. આ ચેન્નઈની છ મેચોમાં પાંચમી જીત છે. બીજી બાજુ બેંગલુરૂની છ મેચોની આ ચોથી હાર રહી. મેચ પછી ચેન્નઈના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવેદન આપતા કહ્યુ કે અમે વિચાર્યુ નહોતુ કે અમે આટલા મોટા સ્કોરનો પીછો કરી શકીશુ. 
ધોનીએ કહ્યુ, વિકેટ ધીમી હતી અને એબી ડિવીલિયર્સે સારી બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો. આવામાં લાગી રહ્યુ હતુ કે આવી વિકેટ પર લક્ષ્યનો પીછો કરવો થોડો મુશ્કેલ રહેશે.  પણ આવી વિકેટ પર ડીવિલિયર્સે સારી રમત બતાવી.  સારા રમતનુ શ્રેય તેમને પણ જાય છે. આ ઉપરાંત ધોની જીતનો શ્રેય અંબાતી રાયડૂ અને પછી અંતમાં શૉટ મારનારા ડ્ર્વેન બ્રાવોને આપ્યુ. 
 
ધોનીએ કહ્યુ કે વિકેટ ધીમી હોવાને કારણે જરૂરી હતુ કે અમે વિકેટ સાચવીને રમીએ.  અમે આ યોજના બનાવી અને અંતિમ ક્ષણોમાં ઝડપથી રન બનાવવા શરૂ કર્યા જેને કારણે અમે જીત તરફ વધી શક્યા.  
ધોની બન્યા મેન ઓફ ધ મેચ 
 
બેંગલુરૂએ પહેલા બેટિંગ કરતા ચેન્નઈ સામે 206 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. ધોનીએ 1 ચોક્કો અને 7 છક્કાની મદદથી 34 બોલમાં અણનમ 70 રનની રમત રમીને ટીમને 2 બોલ રહેતા જીત અપાવી. તેમના આ ઓલરાઉંડર પ્રદર્શન માટે  તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.