શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (07:25 IST)

IPL 2020 - મનદીપની દિલેરી, ગેલ અને શમીએ પંજાબને કલકતા પર અપાવી શાનદાર જીત

ત્રણ દિવસ પહેલા પોતાના પિતાને ગુમાવ્યા હોવા છતાં સાહસિક ઈનિગ રમનારા મનદીપ સિંહ અને ક્રિસ ગેલની હાફ સેંચુરીની મદદથી અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની નિર્ણાયક મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવી પ્લેઓફની આશા પ્રબળ કરી લીધી. પંજાબના બોલરોના શાનદાર પ્રર્દશન કરતા કેકેઆરને નવ વિકેટ  પર 149 રન પર રોકી લીધુ. 
 
ગિલે 45 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી. તે 57 રન બનાવી આઉટ થયો. તેની વિકેટ મોહમ્મદ શમીએ લીધી. જ્યારે મોર્ગને તોફાની બેટિંગ કરી 25 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. તેની વિકેટ રવિ બિશ્નોઈએ લીધી. મોગર્ન સિવાય લોકી ફર્ગ્યુસન 13 બોલમાં 24 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો. જ્યારે અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો નીતીશ રાણા 0, રાહુલ ત્રિપાઠી 7, દિનેશ કાર્તિક 0, સુનીલ નરેન 6, કે.નાગરકોટી 6, કુમિન્સ 1 અને વરુણ ચક્રવર્તી 2 રન બનાવી પેવેલિયન ભેગા થયા. આમ, કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા.
 
IPL 2020ની 46મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 150 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 18.5 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ મેચ જીતીને પંજાબ 12 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે અને પોતાની દાવેદારી વધુ મજબૂત કરી છે. જ્યારે નાઈટ રાઈડર્સના પણ 12 પોઈન્ટ્સ છે, પરંતુ પંજાબ કરતા ખરાબ નેટ રનરેટ હોવાથી પાંચમા સ્થાને છે