બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2024 (09:47 IST)

ભૂકંપના તેજ ઝટકાથી કાંપી ગઈ તાઈવાનની ધરતી, રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી તીવ્રતા, સુનામીની ચેતાવણી

earthquake
Earthquake in Taiwan: તાઈવાનમાં બુધવારે સવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી આખો દ્વીપ હલી ગયો. ભૂકંપને કારણે અનેક ઈમારતોને પણ નુકશાન પહોચ્યુ છે. તાઈવાન સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે બુધવારે સવારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તાઈવાનમાં બુધવારે  જાપાન મોસમ વિજ્ઞાન એજંસીએ ભૂકંપ પછી સુનામીની ચેતાવણી રજુ કરી છે. જાપાનનુ કહેવુ છે કે સુનામીની પહેલી લહેર તેના બે દક્ષિણી દ્વીપો પર આવી છે. જાપાને દક્ષિણી દ્વીપ સમૂહ ઓકિનાવા માટે સુનામીની ચેતાવણી રજુ કરી છે. 
 
7.2 તીવ્રતાનો ભૂકંપ 
રિક્ટર સ્કેલ પર તાઈવાનમાં આવેલ ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. તાઈવાનમાં આવેલ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના ઝટકા શંઘાઈ સુધી અનુભવાયા. ચીનની મીડિયાનુ કહેવુ છે કે ભૂકંપના ઝટકા ચીનના ફુઝુ, શિયોમેન, ઝુઆનજૂ અને નિંગડેમાં પણ અનુભવાયા.   

 
એક વ્યક્તિનું મોત, 50 ઘાયલ
બુધવારે આવેલા ભૂકંપ બાદ તાઇવાનના ફાયર વિભાગે કહ્યું છે કે ટાપુના પૂર્વ કિનારે આવેલા 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઇમારતો તોડી પાડવામાં આવી
 
ભૂકંપના કારણે તાઈવાનમાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે લોકો ફસાયા છે. ભૂકંપના કેન્દ્રની નજીક, તાઇવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલીન શહેરમાં નુકસાનની જાણ કરવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હુઆલીન શહેરથી લગભગ 18 કિમી દક્ષિણમાં હતું.
 
ફિલિપાઈન્સમાં પણ સુનામીનું એલર્ટ
તાઈવાનમાં આવેલા ભૂકંપ બાદ ફિલિપાઈન્સને સુનામીની સંભાવનાને લઈને ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સીએ કેટલાક પ્રાંતોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે. અહીં રહેતા લોકોને ઊંચા વિસ્તારોમાં જવાનું કહેવામાં આવ્યું છે.
 
શક્તિશાળી ભૂકંપ 
તાઈવાનમાં છેલ્લા 25 વર્ષોમાં અનુભવાયેલા ભૂકંપમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપમાથી એક છે. સપ્ટેમ્બર 1999માં તાઈવાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમા 2400 લોકોના મોત થયા હતા. તાઈવાનમાં અવારનવાર ભૂકંપના ઝટકા આવે છે કારણ કે આ દ્વીપ બે ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પાસે આવેલુ છે.