ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 10 જૂન 2019 (11:17 IST)

વોટ્સએપ પર તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી, આ રીતે કરો જાણ

ઈસ્ટેટ મેસેજિગ એપની વાત કરીએ તો સૌ પહેલા વોટ્સએપનુ નામ સામે આવે છે. વોટ્સએપ આ સમયે દુનિયાની સૌથી પસંદગીનુ એપ બનેલુ છે અને ભારતમાં તેના 20 કરોડથી વધુ એક્ટિવ યુઝર છે. મેસેજ સાથે જ ફોટો અને વીડિયો શેયરિંગ માટે આ એપ ખૂબ સારો છે આ સાથે જ વોટ્સેપ બ્લોકિંગ ફીચર સાથે પણ આવે છે. કોઈ કોંટેક્ટને બ્લોક કર્યા પછી યુઝર્સને તેના દ્વારા મોકલેલા મેસેજ રિસીવ થતા નથી. તમે આ બ્લોક ઓપ્શન પરથી અણગમતા કૉન્ટેક્ટ્સને બ્લોક કરી શકો છો. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જો કોઈએ તમને બ્લોક કરી દીધા તો તેની  જાણ કેવી રીતે કરશો.  આજે અમે તમને આવી જ ટ્રિક વિશે બતાવી રહ્યા છે. જેનાથી તમે જાણી શકશો કે તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી.  
 
ડિલીવરી ટિકને જુઓ 
 
વોટ્સએપ પર બ્લોકિંગ નોટિફિકેશન્સ નથી આવતા. આ કારણે તમે નથી જાણી શકતા કે કોઈ યુઝર્સે તમને બ્લોક કર્યા છે કે નહી.  જો કે તમે ડિલીવરી ટિક માર્કથી જાણી શકો છો. આ માટે ત્મારે એક મેસેજ મોકલવાનો છે. મેસેજ મોકલ્યા પછી જો બે ટિક દેખાય છે તો તેનો મતલબ છે કે મેસેજ ડિલીવર થઈ ગયો છે. અને તમને બ્લોક નથી કરવામાં આવ્યા.  પન જો તમારા દ્વારા મોકલાયેલ મેસેજ ફક્ત સિંગલ ટિક દેખાય રહી છે તો તેને મતલબ તમને એ યુઝરે બ્લોક કરી દીધો છે. 
 
બદલી જાય છે પ્રોફાઈલ વ્યુ 
 
મેસેજ ડિલેવર ન થવાને કારણે યુઝરની પ્રોફાઈલ ફોટો જોઈને પણ જાણી શકાય છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી. જો કોઈ યુઝરના તમને બ્લોક કર્યા છે તો તમને તેની પ્રોફાઈલ ફોટો કે સ્ટેટસ નહી દેખાય. વોટ્સએપ પર તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી એ જાણવા માટે આ સૌથી સહેલી રીત છે.  
 
અપનાવો આ ટ્રિક 
 
બ્લોકિંગને કન્ફ્બર્મ કરવા માટે તમે કૉન્ટ્રેક્ટની અવેલેબિલિટીને ચૈટ વિંડો ક્વેશ્ચનમાં જોઈ શકો છો. જો એ કૉન્ટેક્ટે તમને બ્લોક નથી કર્યા તો તમે તેમના નામ નીચે ઓનલાઈન કે લાસ્ટ સીનનુ ઓપ્શન જોઈ શકો છો.  જો તમને ઘણા મોડા સુધી આ જોવા ન મળે તો તેનો મતલબ છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે. 
 
બ્લોક થયા પછી તમે એ યુઝરને કૉલ નથી કરી શકતા જેને તમને બ્લોક કર્યા છે. કૉલ કરતા જો તમારી કૉલ નથી જતી કે કનેક્ટ નથી થતી તો તેનો મતલબ છે કે તમને કદાચ બ્લોક કરવામાં આવ્યા છે. બીજી બાજુ જો તમને રિંગ સંભળાય છે તો તેનો મતલબ છે કે તમને બ્લોક નથી કરવામાં આવ્યા.