શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 જૂન 2019 (10:00 IST)

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ કરશે સંન્યાસ લેવાનુ એલાન

ભારતના 2011 વિશ્વકપના હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે વાત કરવા માટે સાઉથ મુંબઈ હોટલમાં મીડિયાને બોલાવ્યા છે. જેનાથી અટકળો લગાવાય રહી છે કે તે સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે. 
 
ભારતના સર્વશ્રેષ્ઠ સીમિત ઓવરના ક્રિકેટરોમાંથી એક યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.  તેઓ આઈસીસી તરફથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાંસ કેરિયર બનાવવા માંગે છે. 
તા બીસીસીઆઈના એક સૂત્રે કહ્યું કે તેઓ બીસીસીઆઈ સાથે વાત કરવા માંગશે અને જીટી20 (કેનેડા) અને આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી20 સ્લેમમાં રમવા અંગે સ્પષ્ટતા કરવા માંગશે. કારણ કે તેમાં રમવા માટેની ઓફર મળી રહી છે.
ઇરફાન પઠાણે તાજેતરમાં જ કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં પોતાનું આપ્યું હતું. પરંતુ તેઓ હજુ પણ સક્રિય પ્રથમ શ્રેણી ખેલાડી છે અને તેમણે બીસીસીઆઈમાંથી સ્વીકૃતિ નથી લીધી. બીસીસીઆઈના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પાછું લેવાનું કહ્યું છે. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવો પડશે. જો આ પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ પણ લે તો પણ બીસીસીઆઈની અંતર્ગત રજીસ્ટર્ડ સક્રિય ટી20 ખેલાડી બની શકે છે.
 
યુવરાજ આ વર્ષે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી રમ્યા પરંતુ મોટા ભાગે તેને તક મળી નથી આથી તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક લોોકનું માનવું છે કે જો ઝાહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઇમાં ટી10 લીગનો હિસ્સો બની શકે છે તો પછી યુવરાજને સ્વીકૃતિ કેમ ના મળી શકે.