મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 3 જૂન 2019 (15:23 IST)

England vs Pakistan Live Cricket Score - ઈગ્લેંડને જીતા ટોસ, પહેલા કરશે ફિલ્ડિંગ

વર્લ્ડકપ 2019ના પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરનારી પાકિસ્તાન ટીમનો સામનો આજે મેજબાન ઈગ્લેંડની મજબૂત ટીમ સાથે થશે.  ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ સરફરાજ અહમદની પાકિસ્તાન ટીમને જો આમેચમાં જીત મેળવવી છે તો તેને પોતાના રમતના સ્તરને ઉંચુ ઉઠાવવુ પડશે.  પાકિસ્તાનને પોતાની પ્રથમ મેચમાં આ વિકેટ પર વેસ્ટઈંડિઝના હાથે સાત વિકેટથી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ આ સમય વનડેમાં પોતાના ખરાબ પ્રદર્શનમાંથી પસાર થઈ રહી છે. 

 
તેને છેલ્લા સતત 11 વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જે તેની 46 વર્ષની વનડે ઈતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી ખરાબ પ્રદર્શન છે. વર્લ્ડકપ શરૂ થતા પહેલા પાકિસ્તાની ટીમે ઈગ્લેંડના હાથે પાંચ મેચની વનડે શ્રેણીમાં& 0-4થી અને ઓસ્ટ્રેલિયાના હાથે 05થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. 
 
બીજી બાજુ ઈગ્લેંડ ટીમની વાત કરીએ તો પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા પર કમોબેશ સહેલી જીત નોંધાવ્યા પછી તે આત્મવિશ્વાસથી ભરેલી છે. ક્રિકેટ સમીક્ષક ઈયોન મોર્ગન (Eoin Morgan)ની ટીમને વર્લ્ડકપ 2019માં જીતના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મેચમાં ઈગ્લેંડના કપ્તાન ઈયોન મોર્ગને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે.