રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (15:11 IST)

તરસાલી સ્થિત ડીસેબલ આઈટીઆઈ ખાતે રોજગારી મેળામાં ૭૫ દિવ્યાંગોને નોકરીની તકો

ડીસેબલ આઈટીઆઈ, તરસાલી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ  જીલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો, એપ્રેન્ટીસ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી.  મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા, યુ. ઈ.બી. વડોદરા અને જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને ડીસેબલ આઈટીઆઈ તરસાલી ના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જીલ્લા  કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો/એપ્રેન્ટીસ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવી. 
 
જેમાં  ૧૮ થી ૩૫ ઉંમર ધરાવતા 100 થી વધુ  દિવ્યાંગ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો. વડોદરા જીલ્લાના 17  જેટલા નોકરીદાતા દ્વારા  કુલ 75  થી વધુ ટેકનીકલ અને નોંન ટેકનીકલ જગ્યાઓ માટે  ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી. જેમા  માસિક  ૯૫૦૦ થી ૧૪૫૦૦ સુધીના પગારની ઓફર કરવામા આવી હતી. 
 
ભરતી મેળામા મદદનીશ નિયામક (રોજગાર) મુકેશ વસાવા, રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ તેમજ ઔધોગીક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડો. ખાંટ દ્વારા અનુબંધમ પોર્ટલ અને એનસી એસ રોજગાર લક્ષી પોર્ટલ અને રોજગાર સેતુ હેલ્પલાઈન ૬૩૫૭૩૯૦૩૯૦ ના લાભ લેવા તેમજ એકમોનો દિવ્યાંગજનોને વધુમા વધુ રોજગારીની તકો આપવા જણાવવામા આવ્યુ અને ઉમેદવારોને રોજગારીની તક ઝડપી લેવા પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.