રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (12:41 IST)

રેલવે ભરતી 2021 : 10મુ પાસ માટે પરીક્ષા 3322 ભરતીઓ, 10માના માર્ક્સથી થશે પસંદગી

Railway Recruitment 2021 : દક્ષિણ રેલવેએ ટ્રેડ અપ્રેટાઈસની કુલ 3322 વેકેંસી કાઢવામાં આવી છે. આ નિમણૂક ફિટર, વેલ્ડર, પેંટર સહિત વિવિધ ટ્રેડ્સ માટે કરવામાં આવશે.  ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 30 જૂન 2021 છે. અપ્રેંટાઈસની આ ભરતી માટે કોઈ પરીક્ષા અને ઈંટરવ્યુ નહી થાય. આ ભરતી 10મુ ઘોરણ અને આઈટીઆઈ કોર્સમાં પ્રાપ્ત માર્ક્સના આધાર પર રહેશે. બંનેના માર્ક્સને બરાબર વેટેજ આપવામાં આવશે.  આ માર્ક્સના આધાર પર એક મેરિટ બનશે. આ મેરિટના આધાર પર ઉમેદવારોની પસંદગી થશે. રસ ધરાવતા ઉમેદવારો  www.sr.indianrailways.gov.in  જઈને ઓનલાઈન અરજી કરે. ધ્યાન  રાખો કે ભરતી માટે ડિપ્લોમા અને ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારો અરજી નથી કરી શકતા. 
 
ફિટર, પેંટર, વેલ્ડર, મેડિકલ લેબોરેટરી ટેકનીશિયન (રેડિયોલોજી, પાથોલોજી, કાર્ડિયોલોજી) કેટેગરીમાં અપ્રેંટાઈસશિપ માટે ફક્ત 10મુ-12મુ પાસ પણ અરજી કરી શકે છે. 
 
યોગ્યતા - ફેશર્સ માટે 
ફિટર, પેંટર, વેલ્ડર - ઓછામાં ઓછા 50 ટકા અંક સાથે 10માની પરીક્ષા પાસ 
 
મેડિકલ લેબોરેટરી ટેકનીશિયન  (રેડિયોલોજી, પાથોલોજી, કાર્ડિયોલોજી) - ઓછામાં ઓછા 50 ટકા અંકો સાથે 12મીની પરીક્ષા પાસ. 12માં ફિઝિક્સ, કેમિસ્ટ. બાયોલોજી વિષય થવો જરૂરી. 
 
Ex-ITI ઉમેદવારો માટે (બધા પદ માટે) 
 
માન્યતા પ્રાપ્ત સંસ્થા કે બોર્ડમાંથી ઓછામાં 50 ટકા અંકો સાથે 10માની પરીક્ષા પાસ. અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ (NCVT માંથી માન્યતા) પ્રાપ્ત હોવી જોઈએ.