ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :ઑકલેંડ. , શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (16:31 IST)

2nd T20 - રોહિતની વિસ્ફોટક રમત, ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યુ

લેફ્ટ આર્મ સ્પિનર કુણાલ પંડ્યા (28 પર ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગ પછી કપ્તાન રોહિત શર્મા(50)ની સર્વશ્રેષ્ઠ હાફ સેંચુરીથી ભારતે મેજબાન ન્યૂઝીલેંડને શુક્રવારે ઑકલેંડના ઈડન પાર્કમાં બીજી ટી-20 હરીફાઈમાં 7 વિકેટથી હરાવીને 3 મેચોની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી. ન્યૂઝીલેંડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. ભારતે કપ્તાન રોહિતના 50 અને યુવા વિકેટકિપર ઋષભ પંતની અણનમ 40 રનની શાનદાર રમતથી 18.5 ઓવરમાં 3 ઇવ્કેટ પર 162 રન બનાવીને શ્રેણીમાં બરાબરી કરી. ભારતની કીવી જમીન પર ટી-20માં આ પહેલી જીત છે. શ્રેણીની નિર્ણાયક મેચ રવિવારે હેમિલ્ટનમાં રમાશે. 
 
ભારતનો દાવ 
 
ભારતે પ્રથમ મેચમાં મળેલા 80 રનની હારના ઝટકામાંથી  બહાર આવતા બોલ અને બેટના શાનદાર પ્રદર્શન કર્યુ અને મેજબાન ટીમને ધોઈ નાખી.  રોહિત અને શિખર ધવન (30)એ પહેલી વિકેટ માટે 9.2 ઓવરમાં 79 રન જોડીને ભારતને શાનદાર શરૂઆત આપી. રોહિતે ઝડપી રમત રમતા માત્ર 29 બોલ પર 50 રનમાં ત્રણ ચોક્કા અને ચાર છક્કા માર્યા. રોહિતની વિકેટ ગયા પછી શિખરની વિકેટ 88ના સ્કોર પર પડી.  શિખરે 31 બોલ પર 30 રનમાં બે ચોક્કા લગાવ્યા.. રોહિતને લેગ સ્પિનર ઈશ સોઢીએ  અને શિખરને લોકી ફગ્ર્યુસને આઉટ કર્યો. 
 

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેંડની ટીમે 20 ઓવરમાં 8 વિ કેટ પર 158 રન બનાવ્યા અને ભારતને જીત માટે 159 રનનુ ટારગેટ આપ્યુ.  ન્યૂઝીલેંડ તરફથી કૉલિન ડી ગ્રેંડહ્હોમે સૌથી વધુ 50 રન બનાવ્યા આ ઉપરાંત રૉસ ટેલરે 42 રનની રમત રમી. ભારત માટે કુણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી. ન્યૂઝીલેંડ વિરુદ્ધ ત્ર્ણ મેચોની ટી 20 ઈંટરનેશનલ શ્રેણીમાં રહેવા માટે ભારતને આ મેચ જીતવી જરૂરી છે.