બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (14:28 IST)

IND vs WI Live રવિન્દ્ર જડેજાને બનાવી પ્રથમ ટેસ્ટ સેંચુરી, ભારતનો દાવ 649 પર ડિકલેર

ભારત અને વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બેટ્સમેન મેહમાન ટીમ પર જોરદાર પ્રહાર કરી રહી છે. મેચના બીજા દિવસે રવિન્દ જડેજએ પણ સદી લગાવી. આ જડેજાના ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી છે. જડેજાએ આ સદી 132 બોલમાં લગાવી. તેમણે પોતાના દાવમાં 5-5 ચોક્કા-છક્કા માર્યા. 
આ શ્રેણીની પ્રથમ મેચ રાજકોટમાં રમાય રહી છે. આ મેચમાં ભારત તરફથી પૃથ્વી શૉ (134)પોતાની પ્રથમ જ ટેસ્ટ મેચમાં સદી લગાવી ચુક્યા છે. ત્યારબાદ વિરાટ કોહલી (139) એ પણ સદી લગાવી હતી.  
 
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાય રહેલ પ્રથમ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. આ પહેલા ભારતે પહેલા દિવસે સ્ટંપ સુધી પોતાનો પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવીને 364 રન બનાવ્યા હતા. બીજા દિવસાના મેચના LIVE UPDATES માટે બન્યા રહો અમારી સાથે 
 
 
પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસના અપડેટ્સ 
-રિષભ પંતે સિક્સર સાથે પોતાની હાફ સેંચુરી પુર્ણ કરી. બીજી બાજુ વિરાટ કોહલી પોતાની 24મી ટેસ્ટ સદી પૂરી કરી લીધી છે.  આ સદીમાં વિરાટ કોહલીના 7 ચોક્કાઓનો સમાવેશ છે. બીજી બાજુ ઋષભ પંત પણ સદીની નિકટ પહોંચી ગયા છે. રૂષભ પંત 87 રન સાથે રમી રહ્યા છે. ભારતે 4 વિકેટના નુકશાન પર 465  રન બનાવી લીધા છે. 
 
- મેચના બીજા દિવસે વિરાટ કોહલીની સદી પર સૌની નજર રહેશે. બીજી બાજુ ભારત પોતાના પ્રથમ દાવમાં વધુમં વધુ સ્કોર ઉભો કરવા માંગશે. કારણ કે વિકેટ પર પહેલા દિવસથી જ સ્પિનર્સને ટર્ન મળવો શરૂ થઈ ગયો હતો અને ભારતીય સ્પિનર્સ આ પિચનો ફાયદો ઉઠાવવા માંગશે. 
 
- ભારતે મેચના પ્રથમ દિવસે સ્ટંપ સમયે પોતાની પ્રથમ રમતમાં 4 વિકેટ ગુમાવીને 364 રન બનવ્યા હતા. કપ્તાન વિરાટ કોહલી 72 અને વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંત 15 રન બનાવીને અણનમ હતા.