બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (19:07 IST)

ગુજરાતનુ રાજકારણ ગરમાયુ

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં 25 વર્ષથી સત્તામાં નથી. એ ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓમાં સતત પરાજય થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓએ રાજીનામાં આપ્યાં હતાં, જેથી છ મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ સુકાની વગરની હતી. હવે ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા જગદીશ ઠાકોરના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું છે. તેમને પોતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનશે એવો અણસાર આવી ગયો હતો, જેથી તેમણે 15 દિવસ પહેલાં જ કોંગ્રેસને બેઠી કરવા અને ભાજપને પછાડવાની રણનીતિ અગાઉથી જ તૈયાર કરી 
 
ગુજરાત કોંગ્રેસના નવ નિર્વાચિત પ્રમુખ જગદીશ ઠાકોરની ભવ્ય રીતે તાજપોશી કાર્યક્રમ પૂર્વે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠકમાં સૌરાષ્ટ્રના  દિગ્ગજ ધારાસભ્યો સહીત 15 ધારાસભ્યો ગેર હાજર રહેતા,ભાજપ ગેલમાં આવી ગયો હતો અને ગાંધીનગરથી સૌરાષ્ટ્રના છેવાડા સુધી મોબાઈલ રણકતા થઈ  ગયા હતા.  ગાંધીનગરની બેઠક પૂર્વે,દિલ્હીથી મારતે વિમાને આવી પહોચેલા પ્રભારી ડો.રઘુ શર્મા, પદનામિત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા અમદાવાદ એયર પોર્ટ પર આવી પહોચતા,ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું.  સૌરાષ્ટ્રના દિગ્ગજો 'ઘેર'હાજર ગાંધીનગરમાં ગુજરાત કોન્ગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં 15 જેટલા ધારાસભ્યો ગેર હાજર રહેતા મોટો રાજનીતિક ગણગણાટ શરુ થયો હતો. ખુદ ભાજપના દિગ્ગજો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને રાજકોટ -સુરત તરફ તાર ઝણઝણાવી દીધા હતા કે,  પ્રદેશ પ્રમુખ C R પાટીલ ક્યાં છે ? તેનો પ્રવાસ કાર્યક્રમ શું છે ? કોઈ કોંગ્રેસી ધારાસભ્ય સાથે બેઠક છે કે કેમ ? ખાસ કરીને લલિત વસોયા, પ્રતાપ દૂધાત, વિમલ ચુડાસમા,વીરજી ઠુમ્મર ગેરહાજર રહેતા આ વાત ઉડીને આંખે વળગી હતી. પરિણામે, વાત વહેતી થવા પામી છે.